________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૬૭
૭૩ શ્રોતાઃ- આપ ફરમાવો છો એ ભાગવત કથા છે.
ઉત્તર ભાગવત કથા છે. નિયમસારમાં લીધું છે. છેલ્લી ગાથામાં કે- આ ભાગવત શાસ્ત્ર છે. લોકોના ભાગવત્ જુદા અને આ ભાગવત જુદા છે. ભગવાન ભાગવત્ સ્વરૂપ તે ભગવતી શક્તિનું અહીંયા કથન છે. આહાહા! ભાગવત્ કથા ભગવંતની કથા.
“સમ્યગ્દષ્ટિનું આ કારણે ''; શું કહ્યું? તેનું દ્રવ્ય શુદ્ધરૂપ છે. દ્રવ્યદૃષ્ટિમાં શુદ્ધરૂપે પરિણમન થાય છે. “તેથી જે કોઈ પરિણામ બુદ્ધિપૂર્વક અનુભવરૂપ છે”, જ્ઞાનપૂર્વક અનુભવ હો ! હવે કોઈ એમ લગાવી ઘે કે- અહીંયા જુઓ ! જ્ઞાનીનો ભોગ-વિલાસ પણ જ્ઞાન જાતિના છે. અરે! ભાઈ... કઈ અપેક્ષાથી કહેવાય છે તે સમજ બાપુ! એ વૃત્તિ પુરુષાર્થની કમજોરીથી આવે છે પણ તે હેયબુદ્ધિએ આવે છે અર્થાત્ તેમાં હેયબુદ્ધિ છે. સમજમાં આવ્યું?
કમળાનો રોગ થાય છે ને કમળો નથી સમજતા. પીલિયામાં એક એવી દવા આવે છે કે તેની ગંધ કૂતરાની વિષ્ટા જેવી. તે કમળા ઉપર પીવે ત્યારે કૂતરાની વિષ્ટાની ગંધ આવે. છતાં પીવે ખરા. સમજમાં આવ્યું? ૮૭ની સાલમાં થોડો કમળો થયો હતો તો એ લાકડાંની કાષ્ટની દવા આપે, પણ એ કૂતરાની વિષ્ટાની ગંધ જેવી ગંધ હોય છે તેને પ્રેમથી પીવે છે? પીવી પડે છે. તેમ ધર્મીને રાગનો વિકલ્પ, ભોગનો વિકલ્પ આવે છે પણ તેને પોતાનાથી પૃથક રાખીને તેને જ્ઞાન જાતિમાં મેળવે છે. વિકાર જાતિને જ્ઞાનજાતિ કરીને જ્ઞાનજાતિમાં મેળવે છે. આહાહા ! આવી વસ્તુ છે.
કારણ કહ્યું હતું કે- શુદ્ધત્વ પરિણમન છે. “સઘળાય પરિણામ જ્ઞાનજાતિમાં ઘટે છે, કેમ કે જે કોઈ પરિણામ છે તે સંવર- નિર્જરાનું કારણ છે; આહાહા! સમયસાર નાટકમાં જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ કહ્યો છે. ભોગની નિર્જરા કહી પરંતુ ભોગના પરિણામ તો રાગ જ છે. જ્ઞાનજાતિમાં તેનું જ્ઞાન કરે છે. જ્ઞાતાદેષ્ટા સ્વભાવ જાતિની એ ચીજ પ્રગટ થઈ છે. તેમાં તેનું જ્ઞાન કરે છે. પરંતુ તે પોતાનો છે એવું માનતા નથી. તે ઠીક છે તેવું માનતા નથી. હેયબુદ્ધિએ આવે છે. તેનો જ્ઞાતા છે. તેનું તે જ્ઞાન કરે છે. આ ધર્મ છે, આ સમ્યગ્દષ્ટિનો ભાવ છે.
અશુભ રાગ અને વ્રતક્રિયાના શુભ ભાવ તે બન્નેને અહીંયા સંવર- નિર્જરાનું કારણ કહ્યું છે. કેમ કે- અંદરમાં દૃષ્ટિ ઉપર જોર છે. ચિદાનંદ ધ્રુવધામ એકરૂપ સદેશ સામાન્ય જે આત્મા તેની ઉપર દૃષ્ટિના જોરને કારણે ભેદ અને વિકલ્પ ઉપરથી રુચિ ઊઠી ગઈ છે– એ કારણે એ પરિણામને સંવર નિર્જરાનું કારણ કહેલ છે.
શું કહ્યું? ભોગ વિલાસ એ સંવર- નિર્જરાનું કારણ? હેયબુદ્ધિએ છે, ઉપાદેય બુદ્ધિએ નહીં. દૃષ્ટિનું જોર ધ્રુવ ઉપર છે. હવે રાગ ઉપર છે નહીં એ કારણે ભોગના પરિણામને અને વ્રતક્રિયાના શુભભાવરૂપ પરિણામને સંવર- નિર્જરાનું કારણ કહ્યું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com