________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૬૭
૭૧ ભગવાન આત્માના પરિણામ પણ અબંધ છે. અબંધ સ્વરૂપી પ્રભુ તેનાં શ્રદ્ધા- જ્ઞાનચારિત્રરૂપ પરિણામ તે બધા અબંધ પરિણામ છે. અબંધ પરિણામમાં બંધન થતું નથી. એમ અહીં સિદ્ધ કરવું છે. કોઈ એકાંત માની લ્ય કે બંધ છે જ નહીં તો એમ નથી. - પ્રવચનસાર છઠી ગાથામાં આવી ગયું કે- “સંપન્નતિ નિબ્બા” પછી નિર્વાણને પામશે પરંતુ અહીંથી અસુરમાં પૂર્વના કર્મથી દેવનો વૈભવ પામશે. “તું તે સર્વે કપિ
જ્ઞાનિનઃ અજ્ઞાન નિવૃતા: ભવન્તિ” આમ પણ છે કે જેટલા પરિણામ શુભોપયોગરૂપ અથવા અશુભોપયોગરૂપ છે તે બધા મિથ્યાદેષ્ટિને અશુદ્ધત્વથી નિપજ્યા છે.
આહાહા! જુઓ! પછી તે પંચમહાવ્રતધારી દ્રવ્યલિંગી મિથ્યાષ્ટિ હોય, અઠ્ઠાવીસ મૂળગુણ પાળતો હોય, નગ્નપણું હોય, હજારો રાણીઓનો ત્યાગ કર્યો હોય તો પણ તેની દૃષ્ટિમાં મિથ્યાત્વ પડયું છે. રાગથી ધર્મ થશે, પુણ્યથી ધર્મ થશે, શુભજોગ ધર્મનું કારણ છે એવા કષાયના કણમાં તેણે ધર્મ માની લીધો. આ કાર્યની ક્રિયા મારાથી થાય છે એવું માનનાર મિથ્યાષ્ટિ છે. એ મિથ્યાષ્ટિ જીવ જેટલા પરિણામ કરે શુભ કે અશુભ તે બધા “અજ્ઞાન નિવૃતા:” છે.
જુઓ ! “સર્વે અપિ” તેમાં બન્ને પરિણામ લીધા શુભ અને અશુભ. આ બન્ને પરિણામ મિથ્યાષ્ટિને અશુદ્ધતાથી નિપજ્યા છે. સમ્યગ્દષ્ટિને શુદ્ધતાના જ નિવૃત પરિણામ છે. જ્યારે મિથ્યાષ્ટિને શુભભાવના અને અશુદ્ધતાના પરિણામ વિદ્યમાન છે.
સમ્યગ્દષ્ટિ જીવની અને મિથ્યાદેષ્ટિ જીવની ક્રિયા તો એક સરખી જ છે.” ક્રિયા એક સરખી છે અને “ક્રિયા સંબંધી વિષય-કષાય પણ એક સરખા જ છે.” ક્રિયા સંબંધી વિષય કષાયના પરિણામ બન્નેને છે, “પરંતુ દ્રવ્યનો પરિણમન ભેદ છે.” ધર્મીના દ્રવ્યના પરિણામ શુદ્ધ છે. અજ્ઞાનીના દ્રવ્યના પરિણામ અશુદ્ધ છે. દષ્ટિનાં કારણે બન્નેના પરિણામમાં આટલો ફેર પડી ગયો છે.
જુઓ! સમ્યગ્દષ્ટિની ક્રિયા અશુભ ભાવની- ૯૬ હજાર સ્ત્રીના ભોગની હો ! અને મિથ્યાષ્ટિને સર્વ સ્ત્રીનો ત્યાગ હો અને બ્રહ્મચર્ય હો! છતાં અજ્ઞાનીને તો અજ્ઞાનભાવ ઉત્પન્ન થાય છે. આ રીતે મિથ્યાત્વની હલકાઈ અને સમ્યગ્દર્શનની મહત્તાની વાત વર્ણવી. પ્રવચન નં. ૮૦
તા. ૨૯-૮-'૭૭ કળશટીકાનો શ્લોક- ૬૭ ચાલે છે.
“ભાવાર્થ આમ છે કે- સમ્યગ્દષ્ટિ જીવની અને મિથ્યાદેષ્ટિ જીવની ક્રિયા તો એક સરખી છે”,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com