________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૬૭
૬૯ વસ્તુમાં નથી. આત્મા તો એકરૂપ છે. “અસંયુક્તમ” પુણ્ય- પાપના મલિનભાવ છે તેનાથી આત્મા સંયુક્ત નથી એટલે રહિત છે. આવા આત્માને જે કોઈ “પૂછ્યતિ' દેખે છે એટલે કે સમ્યગ્દર્શનથી સમ્યજ્ઞાનથી દેખે છે, શુદ્ધઉપયોગથી દેખે છે તે જૈનશાસન છે. વીતરાગભાવ તે જૈનશાસન છે. જેણે આત્માને અબદ્ધ સ્પષ્ટ દેખ્યો તેને વીતરાગભાવ પ્રગટ થયો. કેમ કે જીવ અબદ્ધ સ્વરૂપ છે તો તેના પરિણામ પણ અબદ્ધ સ્વરૂપ જ આવે છે. ન્યાય સમજાય છે!
ન્યાય એટલે નિ ધાતુ તે ન્યાય છે. જેવું સ્વરૂપ છે તે બાજુ જ્ઞાનને લઈ જવું તેનું નામ ન્યાય છે. ભગવાનનો માર્ગ ન્યાય છે. સમજમાં આવ્યું?
જેણે આત્માને અબદ્ધ સ્પષ્ટરૂપ દેખ્યો તે જિનશાસન છે. ગાથામાં બે બોલ લીધા છે – પરેશ સંત મજું” શાસ્ત્રમાં પણ તે જ કહ્યું છે. દ્રવ્યશાસ્ત્ર, દ્રવ્યશ્રુત જે વાણી છે તેમાં પણ અબદ્ધ- સ્પષ્ટ કહ્યું છે. અને એ અબદ્ધ સ્પષ્ટને જેણે જાણ્યો તેને ભાવમાં અબદ્ધ- સ્પષ્ટ આવ્યો. અબદ્ધ પૂર આવ્યો તે શુદ્ધ ઉપયોગ થયો. જે શુદ્ધઉપયોગ થયો તે જિનશાસન છે. વ્યવહાર રત્નત્રયનો રાગ વચ્ચે આવે તે જૈનશાસન નથી. તે તો રાગ શાસન છે. રાગને વ્યવહાર કહેવામાં આવે છે અને એ વ્યવહાર તે નિશ્ચયની સામે જૂઠો - અસત્યાર્થ છે.
છ ઢાળામાં આવે છે કે- નિશ્ચય સત્યાર્થ અને નિયતનો હેતુ જે વ્યવહાર છે તે તો અસત્યાર્થ છે. નિશ્ચય તે સત્યાર્થ છે અને સત્યાર્થની અપેક્ષાએ વ્યવહાર અસત્યાર્થ છે.
“ જો સત્યારથ-રૂપ સો નિશ્ચય, કારણ સો વ્યવહારો.”
“અબ વ્યવહાર મોક્ષમગ સુનિએ, હેતુ નિયતકો હોઈ.” આહાહા ! એ પણ આત્મા છે ને પ્રભુ! આવી ચીજની પહેલાં દૃષ્ટિ તો કર! એ વિના ધર્મની શરૂઆત થતી નથી. છ ઢાળામાં આવે છે કે- “મોક્ષ મહલની પહેલી સીઢી” - પહેલું સોપાન સમ્યગ્દર્શન છે.
અહીં કહે છે– સમ્યગ્દષ્ટિને શુદ્ધત્વ જાતિરૂપના પરિણામ થાય છે. હવે આ એકાન્ત પકડી લ્ય અને પછી કહે કે- અંદર અશુદ્ધતા છે જ નહીં; તો એમ નથી. આ તો દૃષ્ટિની અપેક્ષાઓ કથન છે. દૃષ્ટિનો વિષય ને દૃષ્ટિ નિર્વિકલ્પ છે; તેનો વિષય નિર્વિકલ્પ છે તો તેના પરિણામ નિર્વિકલ્પ અને અબંધ છે, એ રીતે લીધું છે. હવે કોઈ એકાંત પકડે કેરાગ બિલકુલ છે જ નહીં અને બંધન છે જ નહીં, તો તેમ નથી. સાધકને દસમા ગુણસ્થાન સુધી બંધન છે. આયુષ્ય અને મોહ તે બે કર્મ સિવાયના છ કર્મનો બંધ થાય છે. સમજમાં આવ્યું?
અહીંયા તો ના પાડીને કે- સાધકને બંધ નથી ?, સમ્યગ્દષ્ટિ કર્મનો અબંધક છે. તે બંધભાવનો સ્વામી નથી. બંધભાવ છે તે તેને દુઃખરૂપ લાગે છે એ કારણે તેની સાથે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com