________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૬૭
૬૭ નથી. આવી વાત છે. અહીં કહે છે- જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય હોય છે. કેમ કે તેની દૃષ્ટિ આનંદરૂપ છે. જ્ઞાનીને રાગ આવે છે પરંતુ તેમાંથી તેમની સુખબુદ્ધિ ઊડી ગઈ હોવાથી તે દુઃખરૂપ અને ઝેરરૂપ લાગે છે. હવે તેને ઇન્દ્રનું ઇન્દ્રાસન હોય કે ક્રોડો ઇન્દ્રાણી હોય તેને ૫૨૫દાર્થમાંથી સુખબુદ્ધિ ઊડી ગઈ છે.
સૌધર્મ દેવલોકનો ઇન્દ્ર શકેન્દ્ર અને તેની પત્નિ બન્ને એક ભવતારી છે. એક ભવ પછી મોક્ષ જ્વાવાળા છે. તેને બત્રીસ લાખ વિમાન છે. કરોડો અપ્સરાઓ છે એક અપ્સરા મૃત્યુ પામે અને બીજી આવે. બે સાગરની જિંદગીમાં તો કરોડો અપ્સરાઓ બદલી જાય. એ શચી ઇન્દ્રાણી અને શકેન્દ્ર તે બન્નેને આ છેલ્લો દેહ છે. ત્યાર પછી મનુષ્યદેહ ધા૨ણ કરી અને મોક્ષમાં જશે.
અહીં કહે છે– જ્ઞાનીના બધા ભાવ “જ્ઞાનનિવૃત્તા: ” જ્ઞાનથી નિપજેલ છે, તે રાગથી નિપજેલ નથી. ઝીણી વાત છે ભગવાન ! માર્ગ ઝીણો બહુ છે.
“ભાવાર્થ આમ છે કે સમ્યગ્દષ્ટિનું દ્રવ્ય શુદ્ધત્વરૂપ પરિણમ્યું છે તેથી સમ્યગ્દષ્ટિને જે કોઈ પરિણામ હોય છે તે જ્ઞાનમય શુદ્ધત્વજાતિરૂપ હોય છે.
અહીંયા તો એમ કહેવું છે કે- સમ્યગ્દષ્ટિને અશુદ્ધ પરિણમન છે જ નહીં. અહીંયા તો દૃષ્ટિના જો૨ની વાત છે. સમ્યગ્દષ્ટિનું દ્રવ્ય પર્યાયમાં શુદ્ધત્વરૂપ પરિણમ્યું છે, પર્યાયની વાત છે હોં ! તેથી સમ્યગ્દષ્ટિને જે કોઈ પરિણામ થાય છે તે જ્ઞાનમય શુદ્ધત્વ જાતિરૂપ થાય છે. તેના પરિણામ જ્ઞાનમય... જ્ઞાનમય... આત્મામય છે. જુઓ ! સમ્યગ્દષ્ટિની બલિહારી.
કોના પરિણામ જ્ઞાનમય છે ? જેની દૃષ્ટિમાં આખો આત્મા પ્રતીતમાં આવ્યો તેની વાત છે. પ્રતીતમાં આત્મા આવ્યો તો પણ તે આત્મા પર્યાયમાં આવતો નથી. સમજમાં આવ્યું? સમ્યગ્દષ્ટિની પ્રતીતમાં એટલું જોર છે તેથી તેનું પરિણમન જ્ઞાનમય અને શુદ્ધત્વજાતિરૂપનું હોય છે. સર્વશુદ્ધ આત્માનું પરિણમન શુદ્ધ જ્ઞાનરૂપ જ હોય છે. અશુદ્ધતા પણ છે, છતાં (અહીંયા તેની ગણતરી નથી.) ત્રીજા કળશમાં મુનિને પણ નમાષિતાયામ્” એ ચારિત્રની અપેક્ષાએ અને જ્ઞાનની અપેક્ષાએ કથન કર્યું છે. જ્યારે અહીંયા દૃષ્ટિ અને દૃષ્ટિના વિષયની અપેક્ષાએ વાત છે તેથી અશુદ્ધ પરિણામ છે જ નહીં. હવે આમાંથી કોઈ એકાન્ત લ્યે કે- અશુદ્ધતા છે જ નહીં- તો એમ નથી. સમજમાં આવ્યું?
66
પ્રશ્ન:- શાસ્ત્ર લખ્યું છે તેથી પોતાના માટે સુવિધા રાખી છે?
ઉત્ત૨:- નહીં, નહીં, નહીં, નહીં. પ્રશ્ન ઠીક છે. એમણે તો વસ્તુનું સ્વરૂપ જેવું છે તે બતાવ્યું છે. આ રાગ તે તો ઝેર.. ઝેર.. ઝેર.. છે. દુઃખ.. દુઃખ.. દુઃખ જ છે. પછી તે સમ્યગ્દષ્ટિ ઇન્દ્રને ઇન્દ્રાણીના વિષય હો તો પણ તેમાંથી તેની સુખબુદ્ધિ નષ્ટ થઈ ગઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com