________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૩
৩০
સ્વસ્વામીપણું નથી.
૪૭ શક્તિમાં સ્વસ્વામી સંબંધ નામની ૪૭મી છેલ્લી શક્તિ છે. સામેના પક્ષવાળા કહે ૪૮ શક્તિ છે, તેમની ભૂલ થઈ ગઈ. પછી ફૂલચંદજીએ ખાનિયા તત્ત્વચર્ચામાં સુધારીને લખ્યું છે- શક્તિ ૪૭ છે. તેમાં આ છેલ્લી શક્તિ લીધી છે.
સ્વસ્વામી સંબંધમાં સ્વ કોણ ? પોતાનું દ્રવ્યશુદ્ધ, ગુણશુદ્ધ અને પર્યાય શુદ્ધ તે સ્વ છે.. અને તેનો સ્વામી છે. ધર્મી છે તે રાગનો સ્વામી નથી અને રાગ તેનું સ્વ નથી. સ્વસ્વામી શક્તિ બહુ ગજબની છે. દિગમ્બર સંતોએ થોડા શબ્દોમાં ઘણી ગંભીરતા ભરી દીધી છે.
શ્રીકુંદકુંદઆચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય મોક્ષગામી જીવો છે. વૈમાનિકનો એકાદ ભવ કરીને મોક્ષમાં જશે. પંચમઆરામાં હતા, એટલો રાગ હતો તેથી આયુષ્ય બંધાય ગયું વૈમાનિકનું. તે સ્વર્ગમાં પણ વૈમાનિકમાં જાય છે.
પ્રવચનસારમાં પાઠ છે કે- કોઈ સમ્યગ્દષ્ટિ ભવનપતિમાં પણ જાય છે. કોઈને અંદરમાં જરા ફેર પડી ગયો હોય તો જાય, આયુષ્ય બંધાય ગયું હોય તો પણ જાય. નહીંતર તો સમ્યગ્દષ્ટિ વૈમાનિકમાં જ જાય છે. ગાથા છે ને ભાઈ !
પ્રવચનસાર છઠ્ઠી ગાથા છે... સંપર્ખાવિ બિવાળ વેવાસુરમયુયરાયવિવેર્દિ કોઈ જીવ અસુરના વૈભવમાં પણ જાય છે. કોઈ એવો વિકલ્પ આવી ગયો અને આયુષ્ય બંધાયું હોય તો અસુરમાં જાય છે. છઠ્ઠી ગાથામાં લીધું છે. “ સંપન્નતિ નિબ્બાનં ” તે પછીથી નિર્વાણને પ્રાપ્ત થશે.
แ
,,
કોઈ ધર્માત્મા સંતો પણ અસુરમાં જાય છે. નહીંતર તો સમ્યગ્દષ્ટિ અસુરમાં જતા નથી. પરંતુ કોઈ અપવાદથી જાય છે તેવો શબ્દ લીધો છે. દૃષ્ટિ ફરી ગઈ હોય અને તે કાળે અશુભનો ભાવ આવી ગયો હોય તો અસૂરમાં જાય, રાજાના અને દેવના ભવ કરી પછી ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષ જશે. પ્રવચનસારનાં પાઠમાં છે કે- અસુરમાં જાય. એ વાતની અહીંયા (આ શ્લોકમાં ) ના પાડે છે. સાધકને શુદ્ધતા છે અશુદ્ધતા છે જ નહીં.
શ્રોતા:- પેલી વાત જ્ઞાનપ્રધાનથી છે.
ઉત્તર:- જ્ઞાનપ્રધાન કથન છે. જરી કોઈ ભૂલ થઈ ગઈ એવો જીવ લીધો છે ત્યાં. જે અસુરમાં જાય છે તે મિથ્યાદૅષ્ટિ છે એવા કોઈ પરિણામ આવી ગયા તો બંધ પડી ગયો. પછી ત્યાંથી નીકળી મનુષ્ય થઈને તેનું નિર્વાણ થઈ જશે. લાલચંદભાઈ ! આ તો સંતની વાત છે.
અહીંયા કહે છે કે તે કર્મનો અબંધક હોય છે. કોણ ? જ્ઞાની. જ્ઞાનીને કર્મ બંધ છે જ નહીં. આમ તો દસમા ગુણસ્થાન સુધી કર્મબંધ છે. અહીં કહે છે– કર્મબંધ નથી. ... તે કઈ અપેક્ષાએ ? દૃષ્ટિ અને દૃષ્ટિના વિષયમાં બંધ પરિણામ છે જ નહીં. અબંધ સ્વરૂપી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com