________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૩ આત્મા જ્ઞાયક ચૈતન્ય શુદ્ધ- ધ્રુવ તેનો જેને પત્તો લાગી ગયો, સમ્યક પર્યાયમાં તેને ધ્યેય બનાવી અને શુદ્ધ ચૈતન્યનો અનુભવ થયો અને તેમાં પ્રતીતિ થઈ તેનું નામ સમ્યગ્દર્શન છે.
એ સમ્યગ્દષ્ટિને એક સમયની પર્યાય સિવાયનો સત્ય સ્વરૂપ જે ત્રિકાળ પરમાત્મા છે. એક ચૈતન્યમૂર્તિ, નિત્યાનંદ પ્રભુ! ધ્રુવ સ્વભાવ જેનાં અનુભવમાં આવ્યો; એ અનુભવ છે તે પર્યાય છે. સમ્યગ્દર્શન પણ પર્યાય છે. પરંતુ તેનું ધ્યેય ધ્રુવ છે. દૃષ્ટિનો વિષય જે દ્રવ્ય છે. એ ત્રિકાળી દ્રવ્યને જ્યાં અંતરમાં શેય બનાવી, પર્યાયમાં જ્ઞાન થયું અને તેમાં નિર્વિકલ્પ આનંદની સાથે જે પ્રતીતિ થઈ, અતીન્દ્રિય આનંદના સ્વાદની સાથે પ્રતીતિ થઈ તેનું નામ સમ્યગ્દર્શન છે.
પ્રશ્ન:- જ્ઞાન પહેલું લીધું તેનું કારણ?
ઉત્તર:- જ્ઞાન પહેલું લીધું તેનું કારણ એ કે- જ્ઞાનમાં જણાયા વિના તેની પ્રતીતિ કેવી? સમજમાં આવ્યું? સમયસાર ૧૭-૧૮ ગાથામાં પહેલાં જ્ઞાન લીધું છે. જે ચીજ છે તે પોતાની જ્ઞાનની પર્યાયમાં આવ્યા વિના પ્રતીત કોની ? આત્મા છે તેમ જાણ્યા વિના પ્રતીત કેવી? સૂક્ષ્મ વાત છે. અનંતકાળમાં કદી તેણે કર્યું નથી.
આત્મા જ્ઞાનની પર્યાયમાં શેયરૂપ જાણવામાં આવે છે ત્યારે પ્રતીત થઈ. ૧૭-૧૮ ગાથામાં એમ આવે છે કે જાણ્યા વિનાની પ્રતીત કોની ? એ જ્ઞાનનાં શેયરૂપ (હોવા છતાં) પોતાની પર્યાયમાં શેયરૂપ થયો નથી. તો પ્રતીત કોની? અનાદિથી જે પર્યાયમાં પુણ્યપાપ અને એક સમયની પર્યાય છે તે તેનો વિષય ધ્યેયરૂપ હતો, તે તો મિથ્થાબુદ્ધિ હતી.
ભાઈ ! જ્ઞાનની એક સમયની પર્યાયમાં અનંતગુણની પર્યાયો ઉછળે છે. શક્તિનાં વર્ણન પહેલાં આ શરૂઆતમાં આવ્યું હતું.
વિવરણ- સમ્યગ્દષ્ટિનું દ્રવ્ય શુદ્ધત્વરૂપ પરિણમ્યું છે.” આહાહા ! ધર્મીનું પરિણમન તો શુદ્ધત્વરૂપ છે. અહીં દૃષ્ટિ ને દૃષ્ટિના વિષયની અપેક્ષાએ એ કથન છે. પરંતુ આમાં કોઈ એકાન્ત લઈ જાય કે- તેને અશુદ્ધતા છે જ નહીં, તો એમ નથી. સાધકને દૃષ્ટિ ને દૃષ્ટિના વિષયમાં અશુદ્ધતા નથી. તેના પરિણામમાં અશુદ્ધતા નથી. દૃષ્ટિની પ્રધાનતાથી તેને બધા શુદ્ધત્વના પરિણામ છે. દૃષ્ટિનો વિષય શુદ્ધ છે તો શુદ્ધતાનું પરિણમન શુદ્ધ થયું. તેમ કહેવામાં આવે છે.
આહાહા! દ્રવ્યની શક્તિમાં અશુદ્ધતા હોય તેવી કોઈ શક્તિનો સ્વભાવ નથી. તે કારણે દ્રવ્ય અને એની શક્તિનો પિંડ પ્રભુ તેની અંતરદૃષ્ટિ થઈ તેનું પરિણમન શુદ્ધ છે. બધી શક્તિઓ શુદ્ધ છે તેનો પર્યાયમાં વ્યક્ત અંશ પ્રગટ થયો તે શુદ્ધત્વ પરિણમન છે.
સમ્યગ્દષ્ટિનું દ્રવ્ય શુદ્ધત્વરૂપથી પરિણમ્યું છે તે કારણે” આ તો સિદ્ધાંત છે બાપુ! આ તો અધ્યાત્મ છે. આ કોઈ કથા વાર્તા નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com