________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ .
કલશામૃત ભાગ-૩ કેમ કે જે કોઈ પરિણામ છે તે સંવર- નિર્જરાનું કારણ છે, એવો જ કોઈ દ્રવ્ય પરિણમનનો વિશેષ છે. મિથ્યાષ્ટિનું દ્રવ્ય અશુદ્ધરૂપ પરિણમ્યું છે.”
- મિથ્યાષ્ટિની બધી શક્તિઓ અશુદ્ધરૂપ પરિણમે છે. કેમ કે તેની દૃષ્ટિ પર્યાય ને રાગાદિ ઉપર છે. ત્રિકાળી જ્ઞાયક અનંત શક્તિનો પિંડ પ્રભુ છે તેની દષ્ટિનો તો મિથ્યાષ્ટિને અભાવ છે. તેની દૃષ્ટિ એક સમયની પર્યાય- અંશ ઉપર અને રાગ ઉપર હોવાથી મિથ્યાષ્ટિનું દ્રવ્ય અશુદ્ધતારૂપ પરિણમ્યું છે. તે બધા અશુદ્ધતારૂપે પરિણમ્યા છે. પછી તે વ્રત ક્રિયા કરે તો પણ તેનું પરિણમન અશુદ્ધ છે.
તેથી જે કોઈ મિથ્યાદેષ્ટિના પરિણામ તે અનુભવરૂપ તો હોતા જ નથી; આગળ એમ કહ્યું હતું કે- સમ્યગ્દષ્ટિને બુદ્ધિપૂર્વક અનુભવમાં આવે છે. એમ કહ્યું હતું.
જ્યારે અહીંયા કહે છે કે- એવો અનુભવ તો તેને થતો નથી. અને મિથ્યાષ્ટિને (શુદ્ધત્વનો) અનુભવ છે નહીં.
તેથી સૂત્ર-સિદ્ધાંતના પાઠરૂપ છે.” શાસ્ત્ર વાંચે, ભણે, બોલે, સમજાવે તે તો બધા વિકલ્પ છે. “સૂત્ર સિદ્ધાંતના પાઠરૂપ” ભાષા શું કહે છે? અન્યમતિનું તો પઠનપાઠન નહીં, પરંતુ જૈન સિદ્ધાંતનું પઠન- પાઠન છે તે પણ મિથ્યાદેષ્ટિને મિથ્યાજાતિમાં જાય છે.
પ્રશ્ન:- જૈનો અપવાસ કરે એ બધા શેમાં જાય?
ઉત્તર- અહીં અપવાસની વાત નથી. એ તો પછી લેશે. આ તો સર્વજ્ઞ પરમેશ્વરના સિદ્ધાંત અને તેનું પઠન- પાઠન તે પણ રાગ છે. તે પણ મિથ્યાદેષ્ટિનું અશુદ્ધ પરિણમન છે.
પોતાનો ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદનો નાથ શુદ્ધ દ્રવ્ય તેની દૃષ્ટિ- આશ્રય તો છે નહીં, તેની દૃષ્ટિ તો રાગ ઉપર ને પર્યાય ઉપર છે તો બધા વ્રતાદિના વિકલ્પ તે સૂત્ર સિદ્ધાંતનું પઠન વ્રત- તપશ્ચરણ છે. આ પંચમહાવ્રત આદિના વ્રત કરે છે, તપશ્ચરણ, અપવાસ મહિના- મહિનાના કરે તે બધું બંધનું કારણ છે. અને તે મિથ્યા જાતિનું છે.
પ્રશ્ન:- આ સમ્યગ્દષ્ટિની વાત છે?
ઉત્તર:- મિથ્યાષ્ટિની વાત છે. જ્ઞાનીને તો દ્રવ્ય વિશેષના કારણે તેને નિર્જરાનું કારણ કહ્યું. દ્રવ્યની શુદ્ધતાની વિશેષતાને કારણે; તે ભાવ જે શુભ અશુભ છે તેને જ્ઞાનજાતિમાં નાખ્યા છે. તેથી તેના શુભાશુભ ભાવ જ્ઞાતાદેષ્ટામાં જાય છે અને અજ્ઞાનીના બધા જ વ્રત ને તપે અજ્ઞાન જાતિમાં લીધા છે. શ્રદ્ધા જ જ્યાં ખોટી છે ત્યાં જ્ઞાનજાતિમાં કેવી રીતે ઘટે?
આહાહા ! મોક્ષમાર્ગ પ્રકાશકમાં તો એમ કહ્યું છે કે- અજ્ઞાનીના કોઈપણ જાણપણાંમાં સ્વરૂપ વિપરીતતા, ભેદાભેદ વિપરીતતા અને કારણ વિપરીતતા કદાચિત્ ન હોય તો પણ શાસ્ત્ર જ્ઞાનથી પ્રયોજન માનીને સાધે તો પણ જ્ઞાન અજ્ઞાન છે. આ વાત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com