________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ७४
કલશામૃત ભાગ-૩ એ પરિણામ તો બંધનું જ કારણ છે પરંતુ અહીંયા જ્ઞાતા- દષ્ટા થઈને અબંધ સ્વભાવી ભગવાનની દૃષ્ટિ ને જ્ઞાન હોવાથી તેના પરિણામમાં અબંધના પરિણામ જ થાય છે. તે બંધના પરિણામનું જ્ઞાન કરે છે પરંતુ જ્ઞાન અબંધ પરિણામરૂપ છે. તેનાથી સંવર નિર્જરા થાય છે. સમજમાં આવ્યું?
સમ્યજ્ઞાન દીપિકામાં શબ્દ લખ્યો છે કે- જેના માથે પતિ હોય અને કોઈ દોષ લાગી જાય તો બહારમાં તે પ્રસિદ્ધિમાં નથી આવતો. એમ સમ્યગ્દષ્ટિને માથે ઘણી આત્મા છે. આનંદઘનજી કહે છે – “ધીંગ ઘણી માથે ક્યિો રે... કોણ ગર્જ નખેત.” જેણે પર્યાયમાં માથે ધણી ધાર્યો. આહા! તેને દ્રવ્યની પ્રજા પર્યાયમાં ઉત્પન્ન થઈ. ધીંગ ધણી ધ્રુવ ધાર્યો કોણ ગર્જે નરખેત.”
કેમ કે જે કોઈ પરિણામ છે તે સંવર- નિર્જરાનું કારણ છે; - એવા જ કોઈ દ્રવ્ય પરિણામનો વિષય છે.” આહાહા! ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ અને તેની અનંત શક્તિઓ શુદ્ધ છે. એ શુદ્ધની એક્તારૂપ દ્રવ્ય એ દ્રવ્ય ઉપર જ્યાં દષ્ટિ છે, તે દ્રવ્યના પરિણામ વિશિષ્ટ પ્રકારે શુદ્ધ થાય છે. આ દ્રવ્ય પરિણામનું વિશેષ છે. ભોગના પરિણામ એ સંવર- નિર્જરાના કારણ તે દ્રવ્ય પરિણામનું વિશેષ છે. સમજમાં આવ્યું? અરે, ભાઈ ! જ્યાં વ્યવહાર રત્નત્રયને પણ પાપ કહે છે ત્યાં ભોગના પરિણામથી લાભ માને એવું ત્યાં છે ક્યાં?
શ્રોતા - લોકો એ તો કહે છે ને કે- પાપમાં ધરમ માને છે અને પુણ્યને પાપ કહે છે.
ઉત્તર:- એ તો અહીંયા કહીએ છીએ. કે- એમ છે નહીં. પાપ તો પાપ જ છે. અહીંયા દ્રવ્યના વિશેષ પરિણામને સંવર- નિર્જરાનું કારણ કહેવામાં આવે છે. એક દામોદર શેઠ હતા તે બહુ વાદ વિવાદ કરે. તેને સંવત ૮૪ની સાલમાં આજથી પચાસ વર્ષ પહેલા કહયું હતું સમયસાર નાટકમાં આવે છે કે
" सद्गुरु कहे सहज का धन्धा , वाद विवाद करे सो अन्धा
खोजी जीवे वादी मरे साँची कहावत है। ત્યારે બનારસી વિલાસ દેખ્યું ન હતું. બનારસી વિલાસ ૯૧ની સાલમાં જોયું.
બનારસીદાસમાંથી ઉપાદાન- નિમિત્ત અને પરમાર્થવચનિકા એ બે તેમાંથી અને રહસ્યપૂર્ણચિઠ્ઠી ટોડરમલજીની એ ત્રણેય મોક્ષમાર્ગ પ્રકાશકમાં પાછળ નાખ્યાં છે.
અમે ૮૩ની સાલમાં કહ્યું હતું શેઠ! “ખોજી જીવે વાદી મરે.” એ કહેવત છે. ખોજી જીવે” એટલે શોધક જીવન જીવી શકે છે. “વાદી મરે” – વાદ કરવા જાય તો મરે. કેમ કે શાસ્ત્રમાં વ્યવહારનાં કથન તો ઘણાં આવે છે. સમયસાર અગિયાર ગાથામાં કહ્યું કે- વ્યવહારને હસ્તાવલંબ જાણીને તેનું ઘણું કથન કર્યું છે. પણ, તેનું ફળ સંસાર છે. ભાવાર્થમાં જયચંદજી પંડિતે આવો અર્થ કર્યો છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com