________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮
કલશામૃત ભાગ-૩ છે. સાધકને આસક્તિનો રાગ આવે છે પણ તેમાંથી સુખબુદ્ધિ- સુખની રુચિ ઊડી ગઈ છે.
પ્રશ્ન:- બન્ને વાત કેવી રીતે બને? સુખબુદ્ધિ ઊડી પણ ગઈ છે અને રાગ પણ આવે છે?
ઉત્તર:- રાગ આવે છે એ તો કમજોરી છે. કમજોરી છે તો તેટલો રાગ આવે છે. સાધક છે તેથી વચ્ચે બાધકપણું આવે છે. તેનું સાધ્ય પૂર્ણ થઈ ગયું છે? તે સાધક છે કે નહીં? સાધક તેને કહીએ કે તે હજુ પૂર્ણ થયો નથી. સાધક છે તેથી બાધકતા આવે છે. આહાહા! જુઓ તો ખરા સંતોની બલિહારી.
શ્રોતા:- અમારું ભાગ્ય છે કે- સ્પષ્ટીકરણ કરવાવાળા મળ્યા છે.
ઉત્તર- આટલું સ્પષ્ટ તત્ત્વ પડ્યું છે તો ય વાંચતા નથી, વિચારતા નથી અને પોતાની વાત છોડતા નથી.
શ્રોતા- તેમને ફુરસદ નથી.
ઉત્તર- ભાઈ ! એમ કહે છે કે તેમને ફુરસદ નથી. બીજા કામમાં તો ઘણી ફુરસદ મળે છે. વેપાર ધંધામાં માયા- કપટ- કુટિલતા કરવી, પરને રાજી રાખવા, સ્ત્રી- કુટુંબને રાજી રાખવા એ રાજી રહે એટલે આખો દિવસ કામ કરે છે. પરંતુ પોતાનો આત્મા રાજી છે કે નહીં તેની તેને ખબર નથી. આહાહા ! પ્રભુ! પરને રાજી રાખવામાં તારો કાળ જાય છે. બૈરા કેમ ખુશી રહે! છોકરા-છોકરી કેમ ખુશી રહે ! પ્રભુ! તારો કાળ તો પરને રાજી રાખવામાં જાય છે ને નાથ ! ઉપદેશકમાં પણ શું! ! લોકોને ઠીક લાગે તેવા ઉપદેશ આપે. સાંભળનાર ખુશી થાય તો પોતે પણ ખુશી થાય છે. તે પણ પરને રાજી કરવા જાય છે.
અહીંયા તો કહે છે- ધર્મી જીવનું પરિણમન જ્ઞાનમય છે. “જ્ઞાન” શબ્દ આત્મા. આત્મા એટલે કે- જે શુદ્ધ ચૈતન્યમય છે તે જ્ઞાનમયી આત્માનું પરિણમન શુદ્ધત્વ જાતિરૂપ થાય છે. આત્માની શુદ્ધ જાતિરૂપ પરિણમન થાય છે.
કર્મનો અબંધક હોય છે.” કેમકે- આત્મા અબદ્ધ સ્પષ્ટ છે. સમયસાર ૧૪૧૫ ગાથામાં આવ્યું છે. અબદ્ધ એટલે રાગના બંધનથી રહિત છે. તે નાસ્તિથી વાત કરી. અબદ્ધ અસ્તિથી કહીએ તો તે મુક્ત સ્વરૂપ છે. ભગવાન મુક્ત સ્વરૂપ જ છે અનાદિથી હોં! અહા ! દ્રવ્યમુક્ત સ્વરૂપ જ છે. પર્યાયમાં રાગનો સંબંધ છે તો તે પર્યાય દ્રવ્યમાં છે નહીં. ચૈતન્યદ્રવ્ય અબદ્ધ છે તે પંદરમી ગાથામાં લીધું છેને!
जो पस्सदि अप्पाणं अबद्धपुढे अणण्णय णियदं।
अविसेसमजुत्तं तं सुद्धणयं वियाणीहि ।।१४।। જેણે આત્માને અબદ્ધ-સ્પષ્ટ દેખ્યા, જાણ્યા, માન્યા, અનુભવ્યા તેણે જિનશાસન દેખ્યા. ભાષા તો જુઓ! ભગવાન આત્મા અબદ્ધ સ્પષ્ટ છે તેને પરમાણું અડયા નથી.
અનન્ય ” આ જે અનેરી અનેરી ગતિ છે તે આત્મામાં નથી. તે તો સદેશ સામાન્ય ત્રિકાળ ભાવ છે. નિશ્ચયથી તે અનિયત નથી અર્થાત પર્યાયમાં જે હીનાધિકતા છે તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com