________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬
કલામૃત ભાગ-૩ બનારસીદાસને જ્યારે છેલ્લે મૃત્યુનો કાળ આવ્યો ત્યારે વાણી બંધ થઈ ગઈ હતી.. અને જીવ નીકળતાં વાર લાગી. લોકો નજીકમાં બેઠા હતા તે કહે– પંડિતજીનો જીવ કુટુંબમાં રોકાઈ ગયો છે- અટકી ગયો છે. જીવ નીકળતો નથી. પછી બનારસીદાસે સ્લેટ મંગાવી અને લખ્યું કે
ज्ञान कुतक्का हाथ मारि अरि मोहना। प्रगटयौ रुप स्वरुप, अनंत सु सोहना।। जा परजैको अंत, सत्य कर मानना।
चले बनारसीदास, फेर नहिं आवना।। જ્ઞાનરૂપી બરછી-ભાલા અમારા હાથમાં છે. મોહને મારી નાખી મારી ચીજને જાગૃત કરી છે. એ લોકો કહે– પંડિતજીનો જીવ ક્યાંય અટકી ગયો છે. બનારસીદાસ કહે- ચલે બનારસીદાસ ફરી આ શરીર નહીં મળે, બીજી જાતનું મળશે. આવા સંયોગ પણ ફરી નહીં મળે.
એક વખત શ્રીમદ્જીને સંઘરણી રોગ થયો હતો ત્યારે તેમણે પત્રમાં લખ્યું હતું કેવર્તમાન અમને જે આ શરીર મળ્યું છે તેવું શરીર હવે ભવિષ્યમાં નહીં મળે. કેમકેઆત્મ આરાધન કરીને જઈએ છીએ તેથી ભિન્ન ચીજ (શરીર) મળશે. આ શરીર નહીં મળે. તેમણે ત્યાં સુધી કહ્યું કે- “અશેષ કર્મનો ભોગ છે ભોગવવો અવશેષ રે.” તેઓ ગૃહસ્થાશ્રમમાં હતા. સ્ત્રી હતી, પુત્ર હતો હજુ અંદર રાગ થોડો બાકી હતો. હવે તેથી દેહ એક ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે.” એકાદ દેહ બાકી રહેલો છે તે દેહ ધારણ કરીને અમારા સ્વરૂપમાં ચાલ્યા જશું. અમારો મોક્ષ થશે તેમ ન કહ્યું, પરંતુ સ્વરૂપમાં ચાલ્યા જઈશું એમ કહ્યું. સમજમાં આવ્યું?
અહીંયા કહે છે કે- “સર્વેભાવો” તેની ઉપર વજન છે જ્ઞાનીને સર્વ ભાવ- પછી તે પુણ્યના હો કે ભોગના ભાવ હોં! “જેટલા પરિણામ છે” એમ લીધું ને! સર્વ ભાવની વ્યાખ્યા કરી. “દિ જ્ઞાનિન: સર્વે ભાવ: જ્ઞાનનિવૃત્તા: ભવન્તિ” એ તો જ્ઞાન સ્વરૂપ જ હોય છે. જ્ઞાયક સ્વભાવની દૃષ્ટિને કારણે રાગનું પણ જ્ઞાન થાય છે. આ જ્ઞાન નિવૃતા:' ભાવ છે. તે રાગથી નિપજેલ ભાવ નથી. સમજમાં આવ્યું?
ભાઈ ! સમ્યગ્દર્શન શું ચીજ છે? તેની મહિમા કેટલી છે! આહાહા ! સમ્યગ્દર્શન છે તે પર્યાય છે. એ પર્યાયમાં ત્રણલોકનો નાથ આત્મા છે તેમાં જેટલી પૂર્ણ શક્તિ છે તેટલી શક્તિની પ્રતીત શ્રદ્ધામાં આવી જાય છે. આ આત્મ વસ્તુ છે તે શ્રદ્ધામાં નથી આવતી. સમ્યગ્દર્શનની પર્યાયમાં વસ્તુ નથી આવતી. પરંતુ વસ્તુની જેટલી તાકાત અને સામર્થ્ય છે તેટલું શ્રદ્ધા જ્ઞાન આવી જાય છે. સમજમાં આવ્યું?
ગઈકાલે કહ્યું હતું ને કે- પર્યાય દ્રવ્યને અડતી નથી. અને દ્રવ્ય પર્યાયને અડતું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com