________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪
કલશાકૃત ભાગ-૩ (જ્ઞાનમાં) જ્ઞાનની રચના થાય છે.
આપણે વીર્યશક્તિ આવી ગઈ છે. વીર્યશક્તિનું કાર્ય શું છે? ભગવાન કહે છે કેસ્વરૂપની રચના કરવી તે વીર્યશક્તિનું કાર્ય છે. જ્યારે આત્મા જ્ઞાનમય, વીર્યમય, પૂર્ણાનંદમયી આત્મા દૃષ્ટિમાં આવ્યો તો તે વીર્ય તો નિર્મળતાની જ રચના કરે છે. વીર્ય મલિનતાની રચના નથી કરતું. સમજમાં આવ્યું?
આપણે જીવત્વ શક્તિ, ચિતીશક્તિ જ્ઞાન, સુખ, વીર્ય શક્તિ આવી ગઈને ! છઠ્ઠી વીર્ય શક્તિ છે આ તો પરમાત્માની અંદરની વાતું છે... તેને બહારની સાથે મેળવણી કરે તો મળે નહીં.
આહાહાજ્ઞાનીને રાગભાવ આવે છે પણ તે દુઃખ લાગે છે. જેમ કાળો નાગ સામે આવતો દેખાય તેમ ધર્મીને રાગ આવે છે પણ તેને કાળા નાગ જેવો ઝેર જેવો દેખાય છે. સમજમાં આવ્યું? - ભરત ચક્રવર્તી છ ખંડનો ધણી છે. તેને ૯૬ હજાર રાણી છે. તેને ભોગવવાનો વિકલ્પ આવે છે અને એ વિકલ્પ છૂટી જાય છે. આ વિકલ્પ તે હું નહીં. ( પર પદાર્થ) મારી ભોગવવાની ચીજ એ નહીં. મારા કર્તાની રચનાની એ ચીજ નહીં. મારી કર્તાની રચના તો જે નિર્મળતાને રચે તેને વીર્ય કહે છે. કડક શબ્દોમાં કહીએ તો – જે પુણ્યને પાપની રચનામાં રોકાય તે નપુંસક છે. પુણ્ય-પાપ અધિકારની સંસ્કૃત ટીકામાં તો બે જગ્યાએ “કલીબ” કહ્યું છે.
શ્રોતાઃ- આપ શું કહી ગયા તે સમજમાં ન આવ્યું?
ઉત્તર- આત્મ સ્વરૂપની રચનાના સામર્થ્યરૂપ એક વીર્ય શક્તિ છે. વીર્ય નામ બળ. શરીરનું વીર્ય તે તો જડ-માટી–ધૂળ છે. આત્મામાં બળ નામની શક્તિ છે. તે અનંત-અપાર અને અપરિમિત છે. વીર્યશક્તિમાં અનંત શક્તિનું રૂપ છે. અનંતશક્તિમાં આ વીર્ય શક્તિનું રૂપ છે.
એ વીર્ય શક્તિનું કાર્ય શું છે? તે કહે છે. સ્વરૂપની રચના કરે તે વીર્ય શક્તિનું કાર્ય છે. છઠ્ઠી શક્તિના પાઠમાં છે જુઓ ! “સ્વપ નિર્વર્તન સામર્થ્યપા વીર્યશ9િ:” ટૂંકાણમાં કેટલું કહ્યું છે. પ્રભુ! તારું બળ તો એવું છે કે તે બળ તો શુદ્ધતાની રચના કરે. સમ્યગ્દર્શન- જ્ઞાન- ચારિત્ર- વીતરાગતા- આનંદની રચના કરે તેને વીર્ય કહીએ. જે વીર્ય પુણ્ય- પાપની રચના કરે તેને નપુસંક વીર્ય કહીએ. જેમ નપુસંકને પુત્ર નથી હોતો તેમ શુભ ભાવથી ધર્મની પ્રજા થતી નથી. નપુસંક એટલે હીજડા. જેમ નપુસંકને વીર્ય નથી તેથી પુત્ર નથી હોતો તેમ શુભ ભાવથી ધર્મ નથી થતો.
અહીં તો હીજડા કહે છે. સાંભળતો ખરો! પુરુષ તો તેને કહીએ કે- જે વીર્ય શુદ્ધતાની રચના કરે. આત્મ સ્વરૂપની રચના કરે. તેને પુરુષ કહીએ. વિકારની રચના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com