________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૩
સમ્યગ્નાન દીપિકા તો ધર્મદાસ ક્ષુલ્લકે બનાવી છે, તેને પણ લોકોએ સોનગઢના નામે ચઢાવી દીધી. એ બ્રહ્મચારી ક્ષુલ્લકનું કથન છે તેને પણ શું કહેવું છે તેનો આશય સમજવો જોઈએને ? લલિતપુર, ફલટનમાં મોટી સભા ભરાણી. તે કહે- ક્ષુલ્લકજી તો વ્યભિચારની વાત કરે છે. અરે ભગવાન ! સાંભળ તો ખરો નાથ ! અહીં તો કહે છે કેજે પુણ્યના પરિણામ થાય છે તે પણ પાપ છે- દુઃખરૂપ છે. ભોગના પરિણામ છે તે સુખરૂપ અને હિતકર છે તેમ કહ્યું છે ? આહાહા ! ૫૨સ્ત્રી અને ૫૨પુરુષનો ભોગ તે તો પાપ છે જ પરંતુ સ્વ સ્ત્રીનો ભોગ પાપ છે. આ વાતને ત્યાં તેમણે વિપરીત કરી નાખી. કઈ અપેક્ષાથી ત્યાં કથન કર્યું છે તે સમજવું જોઈએ.
સમ્યગ્નાન દીપિકામાં એમ કહ્યું છે કે- કોઈ સ્ત્રીને માથે પતિ હોય અને કોઈ ભૂલ થઈ જાય તો તેની ભૂલ બહારમાં પ્રસિદ્ધિમાં નથી આવતી. બહા૨માં લોકો જાણે એટલી પ્રસિદ્ધિ થતી નથી.
કલશ-૬૭
તેમ જ્ઞાનીને માથે શાયકભાવ પતિ હોય; “ ઘીંગ ધણી માથે કિયો રે કોણ ગજેં નરખેત.” આ કડી આનંદઘનજીના પદમાં આવે છે.
‘ ધીંગ ધણી માથે કિયો રે કોણ ગજું ન૨ખેત,
વિમળ જિન દીઠા લોયણ આજ.
મારા વિમલ એવા નાથને આજ મેં જોયો. એમ કહે છે જેણે અંદરમાં. વિમલનાથ જોયા તેનો હવે કોણ નાશ કરી શકે ? તેનો વિરોધ કોણ કરી શકે?
અહીં કહે છે કે– વિમળ નામ ભગવાન ચૈતન્ય સ્વરૂપનું જ્યાં જ્ઞાન થયું અને રાગાદિ પણ થાય છે... તો સાધકને એ રાગાદિ ભોગને નિર્જરાનું કારણ કેમ કહ્યું ? રાગ છે તે તો બંધન છે પરંતુ જ્ઞાનીને દૃષ્ટિના જોરને કા૨ણે એટલે દૃષ્ટિ જ્ઞાયક ઉપર પડી છે એ જોરના કારણે, એ નિર્જરી જાય છે તેમ કહેવામાં આવે છે. હવે આ વાતને ત્યાં લગાવી દીધી. અરે ભગવાન ! બાપુ !
યોગસારમાં આવે છે કે- પાપને તો સૌ કોઈ પાપ કહે પરંતુ અનુભવીજન પુણ્યને પણ પાપ કહે છે. સમયસાર પુણ્ય-પાપ અધિકારમાં જયસેન આચાર્યની ટીકામાં છેલ્લે લખ્યું છે કે- અહીંયા અધિકાર તો પાપનો ચાલે છે અને તેમાં વ્યવહા૨ રત્નત્રયની વાત ક્યાં નાખી ? આવો શિષ્યે પ્રશ્ન કર્યો છે. શિષ્યને કહે- સાંભળ તો ખરો ભગવાન ! એક અપેક્ષાએ પુણ્યને પવિત્રતાનું કા૨ણ કહ્યું છે- અશુભનો નાશ થાય છે એ અપેક્ષાથી કહયું છે... બાકી સ્વરૂપથી પતિત થાય છે તો રાગ થાય છે. સ્વરૂપથી પતિત થવું તેને પાપ કહ્યું છે. પુણ્ય-પાપ અધિકારમાં સંસ્કૃતમાં આવો પાઠ છે.
અહીંયા કહે છે કે– જ્ઞાનીના અર્થાત્ સમ્યગ્દષ્ટિના સર્વભાવ જ્ઞાનમય છે. સર્વભાવમાં શું લેવું? ભોગનો ભાવ હો! વિષયનો ભાવ હો ! ત્યારે જ્ઞાની જ્ઞાનભાવમાં ૨હે છે.
,,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com