________________
૬૨
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૩ મુનિ કહે છે- મારી પર્યાયમાં પંચમહાવ્રત આદિનો કલુષિત ભાવ રાગ આવે છે.
આહાહા! (કલ્માષિતાયા ) “નર્વસુ સમયસારવ્યાવ્યવૈવાનુભૂતે:” હું ટીકા કરું છું એ ટીકાને કારણે કલુષિતતાનો નાશ થાઓ – તેનો અર્થ ટીકા કરવાના કાળે એટલે ટીકા કરવાનો વિકલ્પ ઊઠ્યો છે તે કાળે, મારી દૃષ્ટિમાં શાયકનું જોર થતાં જ્ઞાયકમાં વિશેષ એકાગ્રતા થવાથી તે કારણે કલુષિતતાનો નાશ થશે. “ટીકાએવ” સંસ્કૃતમાં આવો પાઠ છે.
અહીં પ્રશ્ન છે કે- રાગ છે તેનો જ્ઞાની ભોક્તા નથી ? જ્ઞાની જ્ઞાનભાવે જ્ઞાનભાવનો કર્તા છે અને અજ્ઞાનભાવનો કર્તા નથી તે કેવી રીતે?
શયમ સર્વ: અજ્ઞાનિન: મજ્ઞાનમય: 9ત: અન્ય:” પરિણામ બધુય પરિણમન મિથ્યાદેષ્ટિને અશુદ્ધ ચેતનારૂપ- બંધનું કારણ- હોય છે.”
પ્રભુ! તમે તો અજ્ઞાનીના રાગના બધા જ પરિણામને બંધનું કારણ કહો છો અને જ્ઞાનીને બંધના પરિણામ છે જ નહીં એમ કહો છો. આટલો મોટો ફેર ? આનું કારણ શું છે?
દસમા ગુણસ્થાને છે કર્મ બંધાય છે. અને છઠે આઠ કર્મ બંધાય છે. જો આયુષ્ય કર્મ બાકી હોય તો નહીંતર સાત કર્મનો બંધ થાય છે, અને તમે તો કહો છો કે જ્ઞાનીને રાગ છે જ નહીં, બંધ છે જ નહીં, અને અજ્ઞાનીને પૂર્ણ બંધ દશા છે તેને અબંધ દશા છે જ નહીં.. આ શું કહો છો?
કોઈ પ્રશ્ન કરે છે- આમ છે તે કઈ રીતે છે, જ્ઞાન જાતિનું કેમ નથી હોતું?” અજ્ઞાનીને જ્ઞાન જાતિના પરિણામ કેમ નથી હોતા? અને જ્ઞાનીને અજ્ઞાન જાતિના પરિણામ કેમ નથી હોતા? આવો પ્રશ્ન છે. પ્રશ્ન સમજમાં આવ્યો?
ચૈતન્યમૂર્તિ આનંદકંદ આત્માનું જ્યાં ભાન થયું.. તો કહે છે કે- એ જ્ઞાનીને અજ્ઞાનભાવ- રાગભાવ કેમ થતો નથી. અને અજ્ઞાની પાંચમહાવ્રત પાળે, અગિયાર અંગનું જ્ઞાન કરે નવપૂર્વની લબ્ધિ હોય તો પણ તેનું જ્ઞાનજાતિનું જ્ઞાન નહીં? તેનો જ્ઞાનભાવ જ્ઞાન જાતિનો નહીં? (આવો પ્રશ્ન છે) સમજમાં આવ્યું?
“ભાવાર્થ આમ છે કે- મિથ્યાદેષ્ટિના જે કોઈ પરિણામ હોય છે તે બંધનું કારણ છે.” આ પ્રશ્નનો ઉત્તર ૬૭માં આપે છે.
કલશ - ૬૭ : ઉપર પ્રવચન “નિશ્ચયથી સમ્યગ્દષ્ટિને જેટલા પરિણામ છે તે બધા જ્ઞાન-સ્વરૂપ હોય છે. શ્રી સમયસાર નાટકમાં આનો અર્થ એવો લીધો છે કે- જ્ઞાનીને ભોગ નિર્જરાનો હેતુ છે. તે કથનનો આશય શું છે? તે લોકો આ વાતની ટીકા કરે છે કે- ભોગ તો પાપ છે અને તેને નિર્જરાનો હેતુ કહે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com