________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates SO
કલશામૃત ભાગ-૩ બીજો કરાવે, પરંતુ એવું તો ત્રણકાળમાં થતું નથી. માટે વિકાર પણ પોતાના પરિણમનથી કર્તા છે તો તેને પરની અપેક્ષા છે નહીં.
એ વાત ૧૧૬ થી ૧૨૦ ગાથામાં ઘણી સ્પષ્ટ કરી છે. પોતાનામાં રાગ અને વિકાર થવાની શક્તિની પરિણમનની યોગ્યતા ન હોય તો તેને કર્મ પરિણમન કરાવે તેવું ત્રણ કાળમાં નથી. અને રાગ અને વિકાર કરવાની પોતાનામાં પરિણમન શક્તિ છે. તેને પરની કોઈ અપેક્ષા છે નહીં. આ રીતે બે કળશમાં આવ્યું છે. આ તો ઉપરથી લીધું.
કલશ - ૬૬ : ઉપર પ્રવચન અહીં આ વાત સમજવાની છે. પરમાણુંનું પોતાથી પરિણમન થઈને તે કર્મરૂપે થાય છે. હવે જે રાગનો ભાવ છે તે કર્મરૂપે પરિણમે છે તેમ છે નહીં. પરંતુ જે રાગ અને વિકાર થાય છે તે પોતાની યોગ્યતાથી થાય છે તેનો કર્તા છે. એ રાગને કર્મના ઉદયની અપેક્ષા નથી. એ રાગને બીજો કોઈ કરાવે તેવી શક્તિ (પરમાં) છે નહીં.
અહીં કોઈ પ્રશ્ન કરે છે: “જ્ઞાનિન: જ્ઞાનમય: wવ ભાવ: 9ત: ભવેત પુન: ન ન્ય:” સમ્યગ્દષ્ટિને (જ્ઞાનમય: પવમાવ:) ભેદવિજ્ઞાન સ્વરૂપ પરિણામ ક્યા કારણથી હોય છે.”
આત્મા આનંદ સ્વરૂપ, જ્ઞાયક સ્વભાવવાળો છે તેની સન્મુખ થઈને- આશ્રય લઈને સમ્યગ્દર્શન થયું, સમ્યક નામ- સત્ય દર્શન. આત્મા પરમ સ્વરૂપ સત્ય છે તેવું જ દર્શન થયું તેને સમ્યગ્દર્શન કહે છે. અહીં દર્શન થયું તેનો અર્થ દેખવું તેમ ન લેવું, દર્શન એટલે શ્રદ્ધા લેવું.
જેવી ચીજ (વસ્તુ) છે તે એક સમયમાં પૂર્ણાનંદ જિનસ્વરૂપી, પરમ સ્વભાવભાવ, પરમ પરિણામિકભાવ, પરમ જ્ઞાયકભાવ તેની જેને દષ્ટિ થઈ તે સમ્યગ્દષ્ટિ છે. તેને હવે રાગ રહિત જ્ઞાન પરિણમન થાય છે. એ હમણાં કહેશે. સાધક છે, રાગ થાય છે અને તમે એમ કહો છો કે જ્ઞાનીને જ્ઞાનમય ભાવો થાય છે. તેને રાગ નહીં. સમજાણું કાંઈ?
સમ્યગ્દષ્ટિને ભેદવિજ્ઞાન સ્વરૂપ પરિણામ ક્યા કારણથી હોય છે, અજ્ઞાનરૂપ નથી હોતા?”
આહાહા ! જેને આત્મા જ્ઞાયક સ્વભાવની ધ્રુવતાની પ્રતીતિ થઈ તેને ધ્રુવતાને લીધે જ્ઞાનમય પરિણમન છે. “ઘ'નાં ૧૩ બોલ ગુજરાતી (આત્મધર્મમાં) આવી ગયા હતા, હવે હિન્દીમાં આવ્યા છે.
હમણાં ફાગણ મહિને ભાવનગર ગયા હતા ત્યારે ઘણો તાવ આવ્યો હતો તેથી પ્રવચન બંધ હતા. ત્યારે આ તેર બોલ બનાવ્યા” તા.” ધ્રુવ ધામના ધ્યેયની ધધકતી ધૂણી.”
આહાહા ! ધ્રુવને ધ્યાનમાં ધ્યેય બનાવીને તેમ આવ્યું છેને....
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com