________________
૫૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૩ જીવની બાહ્ય ક્રિયા તો એકસરખી છે પરંતુ દ્રવ્યનો પરિણમનવિશેષ છે, તે વિશેષના અનુસાર દર્શાવે છે, સર્વથા તો પ્રત્યક્ષ જ્ઞાનગોચર છે. “અજ્ઞાની દ્રવ્યર્મનિમિત્તાનાં ભાવનામ દેતતા પતિ” (અજ્ઞાન) મિથ્યાદેષ્ટિ જીવ, (દ્રવ્યર્ન) જે ધારાપ્રવાહરૂપ નિરન્તર બંધાય છે-યુગલદ્રવ્યના પર્યાયરૂપ કાર્મણવર્ગણા જ્ઞાનાવરણાદિ કર્મપિંડરૂપ બંધાય છે, જીવના પ્રદેશો સાથે એકક્ષેત્રાવગાહી છે, પરસ્પર બધ્ય-બન્ધકભાવ પણ છે, -તેમનાં (નિમિત્તાનાં) બાહ્ય કારણરૂપ છે (માવાનામ) મિથ્યાષ્ટિના મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ જે અશુદ્ધ પરિણામ, [ભાવાર્થ આમ છે કે-જેમ કળશરૂપે મૃત્તિકા પરિણમે છે, જેમ કુંભારના પરિણામ તેનું બાહ્ય નિમિત્ત કારણ છે, વ્યાપ્ય-વ્યાપ્યકરૂપ નથી તેમ જ્ઞાનાવરણાદિક કર્મપિંડરૂપ પુગલદ્રવ્ય સ્વયં વ્યાપ્ય-વ્યાપ્યકરૂપ છે, તોપણ જીવના અશુદ્ધ ચેતનારૂપ મોહેંરાગ-દ્વેષાદિ પરિણામ બાહ્ય નિમિત્તકારણ છે, વ્યાપ્ય-વ્યાપકરૂપ તો નથી.] તે પરિણામોના (હેતુતામ) કારણપણે (તિ) પોતે પરિણમે છે. ભાવાર્થ આમ છે કે-કોઈ જાણશે કે “જીવદ્રવ્ય તો શુદ્ધ છે, ઉપચારમાત્ર કર્મબંધનું કારણ થાય છે,” પરંતુ એમ તો નથી. પોતે સ્વયં મોહ-રાગ-દ્વેષ-અશુદ્ધચેતના પરિણામરૂપ પરિણમે છે તેથી કર્મનું કારણ છે. મિથ્યાષ્ટિ જીવ અશુદ્ધરૂપ જે રીતે પરિણમે છે તે કહે છે“જ્ઞાનમયમાવાનામ ભૂમિbT: પ્રાણ” (અજ્ઞાનમય) મિથ્યાત્વજાતિરૂપ છે (ભાવાનામ) કર્મના ઉદયની અવસ્થા તેમની, (ભૂમિથT:) જેને પામતાં અશુદ્ધ પરિણામ થાય છે એવી સંગતિને (પ્રાણ) પામી મિથ્યાષ્ટિ જીવ અશુદ્ધ પરિણામરૂપે પરિણમે છે. ભાવાર્થ આમ છે કે-દ્રવ્યકર્મ અનેક પ્રકારનું છે, તેનો ઉદય અનેક પ્રકારનો છે. એક કર્મ એવું છે જેના ઉદયે શરીર થાય છે, એક કર્મ એવું છે જેના ઉદયે મન-વચન-કાય થાય છે, એક કર્મ એવું છે જેના ઉદયે સુખ-દુ:ખ થાય છે. આમ અનેક પ્રકારનાં કર્મોનો ઉદય હોતાં મિથ્યાષ્ટિ જીવ કર્મના ઉદયને પોતારૂપ અનુભવે છે, તેનાથી રાગ-દ્વેષ-મોહપરિણામ થાય છે, તેમનાથી નૂતન કર્મબંધ થાય છે. તેથી મિથ્યાષ્ટિ જીવ અશુદ્ધ ચેતન પરિણામનો કર્તા છે. જેથી મિથ્યાષ્ટિ જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ નથી તેથી કર્મના ઉદય-કાર્યને પોતારૂપ અનુભવે છે. જેમ મિથ્યાષ્ટિને કર્મનો ઉદય છે તેમ જ સમ્યગ્દષ્ટિને પણ છે; પરન્તુ સમ્યગ્દષ્ટિ જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે તેથી કર્મના ઉદયને કર્મ જાતિરૂપ અનુભવે છે, પોતાને શુદ્ધસ્વરૂપ અનુભવે છે; તેથી કર્મના ઉદયમાં રંજિત થતો નથી, તેથી મોહ-રાગ-દ્વેષરૂપ પરિણમતો નથી, તેથી કર્મબંધ થતો નથી. તેથી સમ્યગ્દષ્ટિ અશુદ્ધ પરિણામનો કર્તા નથી.-આવો વિશેષ છે. ૨૩-૬૮.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com