________________
૫૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૬૩ થી ૬૮ પ્રવચન નં. ૭૯
તા. ૨૮-૮-'૭૭ કલશ - ૬૩ : ઉપર પ્રવચન આજે રક્ષાબંધનનો દિવસ છે.
અહીંયા આપણે ૬૩, ૬૪ ને ૬૫ ઉપરથી અર્થ કરીએ છીએ. ૬૩ કળશમાં એવો પ્રશ્ન છે કે- પુદ્ગલકર્મને આત્મા નથી કરતો તો કરે છે કોણ ? આવી આશંકા શિષ્ય કરી છે. આત્મા રાગને કરે પરંતુ કર્મબંધનની પર્યાયને કેમ ન કરે... એવો પ્રશ્ન છે.
આહાહા ! (ચારે બાજુ અગ્નિ અને ) વચ્ચે ૭00 મુનિઓ, તેમની એ રીતે રહેવાની કાળની સ્થિતિ હતી. (ઉપસર્ગ દૂર થવાનો કાળ આવ્યો તો) નિમિત વિષ્ણુકુમાર મળી ગયા. તેમણે મંત્રી પાસે વેશપલટો કરી અને વચન લીધું પછી તેમણે રક્ષા કરી. તે તો વ્યવહાર છે.
વેશપલટો કરી ૭00 મુનિની રક્ષા કરવી તે તેમની મુનિની ભૂમિકાને યોગ્ય ન હતું પરંતુ એવો પ્રસંગ બની ગયો તે કારણે તેમને આવો (પ્રશત) ભાવ આવ્યો તો તેમની પ્રશંસા કરી. નહીંતર તો મુનિ દશામાં આવું કરવું- વેશ પલટવો વગેરે ભૂમિકાને યોગ્ય નથી. સમજમાં આવ્યું?
મોક્ષમાર્ગ પ્રકાશમાં આવ્યું છે કે- વિષ્ણુકુમારે આવું કર્યું તેથી તેની પ્રશંસા કરી છે પરંતુ ખરેખર તો તે મુનિને લાયક નથી. ખરેખર તો પોતાના જીવની રક્ષા કરવાની આ ચીજ છે. પુણ્ય ને પાપના ભાવથી પોતાના આત્માને બચાવવો (તે પોતાની રક્ષા છે). શુદ્ધ ચૈતન્યધન, આનંદકંદ તેને દૃષ્ટિમાં લઈને અર્થાત્ પોતાનો જે પ્રકારે જેટલો સ્વભાવ છે તેટલી તેની શ્રદ્ધા કરવી તે પોતાના જીવની રક્ષા છે. ખરેખર પરની રક્ષા તો કરી શકાતી જ નથી. પરની રક્ષા કરવાનો ભાવ થાય પરંતુ પરની રક્ષા કરી શકાતી નથી.
કલશ - ૬૪: ઉપર પ્રવચન ૬૪ કળશમાં જવાબ આપ્યો કે- પુદ્ગલ પોતાની પરિણામ શક્તિથી પરિણમે છે. ૧૧૬ થી ૧૨૦ ગાથામાં ખુલાસો ઘણો છે. આ તો તેનો કળશ છે. પુદ્ગલ દ્રવ્ય સ્વયં પોતાના પરિણામથી પરિણમે છે. (જો વસ્તુમાં) પરિણમન શક્તિ જ ન હોય તો બીજો તેને પરિણમાવી શકે નહીં. અને જે સ્વયં પરિણમે છે તેને બીજો કોઈ પરિણમાવે તેવી તેને જરૂર ( અપેક્ષા) નથી. આ પુદ્ગલની વાત કરી.
કલશ – ૬૫ : ઉપર પ્રવચન ૬૫ કળશમાં જીવની વાત કરી. (જીવ) વિકારરૂપ પરિણમન કરે છે તે પોતાની પરિણમન શક્તિથી કરે છે કે બીજો કરાવે છે? પોતાનામાં પરિણમન શક્તિ ન હોય તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com