________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૭
કલશ-૬૩ થી ૬૮
(અનુષ્ટ્રપ). ज्ञानिनो ज्ञाननिर्वृत्ताः सर्वे भावा भवन्ति हि।
सर्वेऽप्यज्ञाननिर्वृत्ता भवन्त्यज्ञानिनस्तु ते।।२२-६७।। ખંડાન્વય સહિત અર્થ- “દિ જ્ઞાનિન: સર્વે ભાવ: જ્ઞાનનિવૃત્તા: ભવન્તિ” (હિ) નિશ્ચયથી ( જ્ઞાનિન:) સમ્યગ્દષ્ટિને (સર્વે ભાવ:) જેટલા પરિણામ છે તે બધા (જ્ઞાનનિર્વત્તા: મવત્તિ) જ્ઞાનસ્વરૂપ હોય છે. ભાવાર્થ આમ છે કે સમ્યગ્દષ્ટિનું દ્રવ્ય શુદ્ધત્વરૂપ પરિણમ્યું છે તેથી સમ્યગ્દષ્ટિને જે કોઈ પરિણામ હોય છે તે જ્ઞાનમય શુદ્ધત્વજાતિરૂપ હોય છે, કર્મનો અબંધક હોય છે. “તુ તે સર્વે ને
જ્ઞાનિન: અજ્ઞાનનિવૃત્તા: ભવન્તિ” (તુ) આમ પણ છે કે (તે) જેટલા પરિણામ (સર્વે પિ) શુભોપયોગરૂપ અથવા અશુભોપયોગરૂપ છે તે બધા (અજ્ઞાનિનઃ) મિથ્યાષ્ટિને (જ્ઞાનનિવૃત્તા:) અશુદ્ધત્વથી નીપજ્યા છે, (ભવત્તિ) વિદ્યમાન છે. ભાવાર્થ આમ છે કે- સમ્યગ્દષ્ટિ જીવની અને મિથ્યાદેષ્ટિ જીવની ક્રિયા તો એકસરખી છે, ક્રિયાસંબંધી વિષય-કષાય પણ એકસરખા છે, પરન્તુ દ્રવ્યનો પરિણમનભેદ છે. વિવરણ-સમ્યગ્દષ્ટિનું દ્રવ્ય શુદ્ધત્વરૂપ પરિણમ્યું છે તેથી જે કોઈ પરિણામ બુદ્ધિપૂર્વક અનુભવરૂપ છે અથવા વિચારરૂપ છે અથવા વ્રતક્રિયારૂપ છે અથવા ભોગાભિલાષરૂપ છે અથવા ચારિત્રમોહના ઉદયે ક્રોધ, માન, માયા, લોભરૂપ છે તે સઘળાય પરિણામ જ્ઞાનજાતિમાં ઘટે છે, કેમ કે જે કોઈ પરિણામ છે તે સંવરનિર્જરાનું કારણ છે;-એવો જ કોઈ દ્રવ્યપરિણમનનો વિશેષ છે. મિથ્યાષ્ટિનું દ્રવ્ય અશુદ્ધરૂપ પરિણમ્યું છે, તેથી જે કોઈ મિથ્યાષ્ટિના પરિણામ તે અનુભવરૂપ તો હોતા જ નથી; તેથી સૂત્ર-સિદ્ધાન્તના પાઠરૂપ છે અથવા વ્રત-તપશ્ચરણરૂપ છે અથવા દાન, પૂજા, દયા, શીલરૂપ છે અથવા ભોગાભિલાષરૂપ છે અથવા ક્રોધ, માન, માયા, લોભરૂપ છે, -આવા સઘળા પરિણામ અજ્ઞાનજાતિના છે, કેમ કે બંધનું કારણ છે, સંવર-નિર્જરાનું કારણ નથી; દ્રવ્યનો એવો જ પરિણમનવિશેષ છે. ૨૨-૬૭.
* * *
(અનુષ્ટ્રપ) अज्ञानमयभावानामज्ञानी व्याप्य भूमिकाः।
द्रव्यकर्मनिमित्तानां भावानामेति हेतुताम्।। २३-६८।। ખંડાન્વય સહિત અર્થ-એમ કહ્યું છે કે સમષ્ટિ જીવન અને મિથ્યાષ્ટિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com