________________
૬૫.
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૬૭ કરે તે કલીબ છે – નપુસંક છે – હીજડા છે – પાવૈયા છે.
પ્રશ્ન:- આ તો સાતમા ગુણસ્થાનની વાત કહો છે?
ઉત્તર:- આ ચોથા ગુણસ્થાનની વાત છે. એને એમ કે આ વાત તો ઉપલા ગુણસ્થાનવાળાની છે. આ વીર્ય શક્તિ સમકિત થયું તેમાં આવી ગઈ. સમ્યગ્દર્શનમાં વીર્યશક્તિવાન આત્મા એવો દૃષ્ટિમાં – પ્રતીતમાં આવ્યો કે નહીં? એ વીર્યશક્તિનું કાર્ય શું? ચોથે ગુણસ્થાને વીર્યનું કાર્ય શું? સ્વરૂપની રચના કરવી. તે વીર્યનું કાર્ય છે. શુદ્ધ સ્વરૂપ આનંદકંદ પ્રભુ છે. એ વીર્યશક્તિ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર અને આનંદની પરિણતિની રચના કરે તેને વીર્ય કહેવામાં આવે છે. સમજમાં આવ્યું?
મુનિને પણ પંચમહાવ્રતના વિકલ્પ ઉત્પન્ન થાય છે તે સંસાર છે. નાટક સમયસાર મોક્ષ અધિકારમાં તેને જગપંથ કહ્યું છે. ૪૦મો બોલ છે. પંચમહાવ્રતના વિકલ્પ જગપંથ છે. શુભરાગ તે સંસાર છે- જગપંથ છે. ભગવાન આત્માના સ્વરૂપની રચના કરે તે સમ્યગ્દર્શન મોક્ષનો માર્ગ છે.
હમણાં એ ચર્ચા ચાલી ને! મખનલાલજીએ કહ્યું કે – શુભ જોગ તે મોક્ષમાર્ગ છે. શુભજોગ તે મોક્ષનો માર્ગ છે તેમ લખાણ આવ્યું છે ને! મખનલાલજીએ કહ્યું કેશુભજોગને હેય માને છે તે મિથ્યાષ્ટિ છે. કૈલાસચંદજીએ જવાબ આપ્યો કે – કુંદકુંદાચાર્ય શુભજોગને હેય માનતા હતા. તો પછી તે મિથ્યાષ્ટિ થયા? પ્રવચનસારની ગાથામાં શુભભાવને હેય કહ્યો છે.
અરે. ભગવાન બાપુ! શાંત થા ને ભાઈ ! તારી ચીજ શું છે ભાઈ ! આહાહા! તારું ભગવંત સ્વરૂપ છે નાથ! એ આત્માની દૃષ્ટિ થઈ તો કહે છે કે તેનું વીર્ય શુદ્ધ પરિણતિની રચના કરે છે. આ ચોથે ગુણસ્થાનથી હોં! ભરત ચક્રવર્તીને ૯૬ હજાર સ્ત્રી છે. તેને પુણ્ય ભાવ હો કે પછી પાપ ભાવ હો ! પરંતુ આવો વિકલ્પ આવે છે. એ વિકલ્પ પછી તરત જ નિર્વિકલ્પ ધ્યાનમાં આવી જાય છે. ભરતેશ વૈભવમાં આવો પાઠ છે.
- ભરતેશ વૈભવમાં એવું આવ્યું છે કે વિકલ્પ તો આવ્યો અને તેનું જ્ઞાન કરીને તેનો જ્ઞાતા રહ્યો. પછી તરત જ બીજી ક્ષણે ધ્યાન લગાવ્યું તો નિર્વિકલ્પ થઈ ગયો. આહાહા! સમ્યગ્દર્શનમાં આટલું સામર્થ્ય છે. આ વાત લોકોને કઠણ પડે છે.
સમયસાર નાટકમાં એમ કહ્યું છે કે- (પંચમહાવ્રતનો રાગ) જ્ઞાનીને ભોગનિર્જરાનો હેતુ છે. તેની ટીકા કરે છે કે- જુઓ ! જ્ઞાનીને રાગ ભોગ નિર્જરાનું કારણ છે. પછી ત્યાં લલિતપુર ફલટનમાં બોલ્યા હતા કે- બનારસીદાસ અને ટોડરમલ અધ્યાત્મની ભાંગ પી ને નાચ્યા હતા. અરેરે..! ભગવાન ભાઈ ! તને અત્યારે આ કેમ સૂઝ પડી ! ટોડરમલ અને બનારસીદાસ અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા છે? આ કળશટીકામાંથી બનારસીદાસે સમયસાર નાટક બનાવ્યું છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com