________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૧
૪૫
પંચાસ્તિકાય ૧૭૨ ગાથામાં કહ્યું છે કે– સર્વ શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે. પછી તે કરણાનુયોગ હો કે પછી ચરણાનુયોગ હો કે પછી કથાનુયોગ હો કે દ્રવ્યાનુયોગ હો ! તેનો સા૨ તાત્પર્ય–૨હસ્ય વીતરાગતા છે. વીતરાગતા કેવી રીતે થાય છે ? શું તે ૫૨ના લક્ષથી થાય છે? પરાશ્રયે તો વ્યવહાર પ્રગટ થાય છે અને વીતરાગતા સ્વઆશ્રયથી થાય છે. તો પણ અહીંયા દ્રવ્યનો આશ્રય લ્યે છે તેમ નથી લેવું પરંતુ શુદ્ધતા વખતે ફક્ત સ્વ ઉપ૨ લક્ષ જાય છે.. તે કા૨ણે દ્રવ્યને આશ્રય કહ્યું છે.
આ પ્રશ્ન ન્યાલચંદભાઈ સોગાનીએ ઘણો ચલાવ્યો હતો. ‘દ્રવ્યદૃષ્ટિપ્રકાશ ’માં પાછળમાં આ પ્રશ્ન ચલાવ્યો હતો. જો પર્યાયને ધ્રુવનો આશ્રય હોય તો પર્યાય પરાધીન થઈ જાય. લાલચંદભાઈ ! ખબર છે ને ! ‘ દ્રવ્યદૃષ્ટિપ્રકાશ ' પુસ્તક લાલચંદભાઈએ અને શશીભાઈએ જ છપાવ્યું છે. એમાં અંદરખાને (ખાનગી ) આ ચર્ચા થઈ હતી.
પર્યાય દ્રવ્યનો આશ્રય લ્યે છે એટલે કે- પર્યાય તો સ્વતંત્ર છે, પરંતુ તેનું લક્ષ આમ (દ્રવ્ય ઉ૫૨ ) જાય છે.. બસ એટલું જ છે. ( અજ્ઞાનની ) પર્યાયનું લક્ષ ૫૨ ઉ૫૨ છે તે પર્યાય તો ત્યાં રહી, તે પર્યાય અંદરમાં લક્ષ કરી શકતી નથી. જે પર્યાયમાં ૫૨લક્ષ છે તે અશુદ્ધતા છે, તે તો ત્યાં રહી. તેનું તાત્પર્ય એ કે તે અશુદ્ધ પરિણમન કરવામાં સ્વતંત્ર છે. હવે ત્યાર પછીની પર્યાય દ્રવ્યનો આશ્રય લઈ અને વીતરાગતા ઉત્પન્ન કરે છે. આ તેનું તાત્પર્ય છે.
પ્રશ્ન:- આપે તો ફરમાવ્યું હતું કે- દ્રવ્ય પર્યાયને અડતું પણ નથી ?
=
ઉત્ત૨:- એ કહ્યું હતું... અને હજુ પણ કહીએ છીએ. ૪૯ ગાથાના છ અવ્યક્તના બોલ ચાલ્યા હતા. ત્યાં પાંચમા બોલમાં એમ કહ્યું કે- વ્યક્ત નામ પર્યાય અને અવ્યક્ત નામ દ્રવ્ય બેનું એક સાથે એક સમયમાં મિશ્રિત જ્ઞાન હોવા છતાં પણ વ્યક્તને અવ્યક્ત સ્પર્શતું નથી. સમજમાં આવ્યું ?
રાત્રિના તમારો પ્રશ્ન હતોને કે અલિંગગ્રહણ ઉપર કાંઈક કહો. આ વીસમો બોલ છે તેમાં એમ આવ્યું કે- પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી. અવ્યક્તના પાંચમાં બોલમાં એમ આવ્યું કે– દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી.
ભગવાન ! તત્ત્વ સૂક્ષ્મ છે. ભાષા સાદી છે ભાવ ભલે ગંભી૨ છે. ભાષા કાંઈ સંસ્કૃતને એવી કઠણ નથી.
શું કહે છે? વ્યક્ત અર્થાત્ પર્યાય અને અવ્યક્ત અર્થાત્ દ્રવ્ય બેને એક સમયમાં જાણવા છતાં પણ વ્યક્તને અવ્યક્ત સ્પર્શતું નથી. પાંચમા બોલમાં આમ આવ્યું છે. અલિંગગ્રહણના ૧૮, ૧૯, ૨૦ બોલ સૂક્ષ્મ છે. ૧૮માં બોલમાં એમ આવ્યું છે કેગુણ વિશેષને નહીં ગ્રહણ કરવાવાળું અર્થાવબોધરૂપ ગુણ.” ગુણ વિશેષનો આશ્રય નહીં કરવાવાળા દ્રવ્ય સ્વભાવ છે. શું કહ્યું ? ગુણ વિશેષને એટલે ભેદને નહીં સ્પર્શ
66
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com