________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૬૧
૫૧ કરે. શક્તિ તો શુદ્ધ ચિદાનંદ આત્મા છે તો અશુદ્ધતાને કરે એવી કોઈ શક્તિ નથી. હા, પરનાં લક્ષે અશુદ્ધતા ઉત્પન્ન થાય છે પરંતુ શક્તિ અને શક્તિવાનના આશ્રયથી અશુદ્ધતા થતી નથી. સમજમાં આવ્યું?
તમારે (લૌકિકમાં) લગ્નની કંકોત્રી લખો તેમાં લખો છોને.. “થોડું લખ્યું ઝાઝું કરીને જાણજો.” એમ લખે. તેમ અહીંયા થોડું લખ્યું ઘણું કરીને જાણજો તેમ સંતો કહે છે.
આહાહા! અહીંયા વ્યાપ્ય-વ્યાપક એમ કહ્યું. શુદ્ધ ચેતના પણ વ્યાપ્ય અને અશુદ્ધ ચેતના પણ વ્યાપ્ય અને તે બન્નેના વ્યાપક આત્મા છે. ૭૫-૭૬–૭૭ કલશમાં એમ કહ્યું છે. કે- તેર ગુણસ્થાનનો આત્મા કર્તા નથી તો કોણ કર્તા છે? આ ગુણસ્થાનના જે વિકારી ભાવ છે ને તેનો કર્તા કર્મ છે. પરંતુ આત્મા નહીં. ત્યાં થોડી સૂક્ષ્મ વાત છે.
શું કહ્યું? નવા કર્મને જે બાંધે છે તેને ત્યાં વ્યાપ્ય કહ્યું અને વિકારી પર્યાયને વ્યાપક કહ્યું. આ તેર ગુણસ્થાન આત્મામાં છે જ નહીં, આત્મા તો ગુણસ્થાનથી રહિત છે. જે તેર ગુણસ્થાન છે તે નવા કર્મનું કર્તા છે. ખરેખર તો નવા કર્મના પરમાણું ભિન્ન છે અને આ તેર ગુણસ્થાનની પર્યાય ભિન્ન છે. નવા કર્મના આવરણનું નિમિત્ત જે તેર ગુણસ્થાનની વિકારી પર્યાય તેને વ્યાપક નામ કર્તા કહી અને નવા કર્મબંધની પર્યાયને તે વ્યાપ્ય કર્મ કહ્યું છે. નહીંતર તો કર્મ ભિન્ન છે અને આ તેર ગુણસ્થાનના ભાવ ભિન્ન છે. સમજમાં આવ્યું? થોડું સૂક્ષ્મ છે.
શ્રોતા:- ઘણું સૂક્ષ્મ છે.
ઉત્તર:- ભગવાન! તેને આ જાતનો અભ્યાસ નહીંને ! પરમ સત્ય તત્ત્વજ્ઞાનનો અભ્યાસ હોવો જોઈએ. આ તો તત્ત્વજ્ઞાનની વાત છે. આ તો કોલેજ છે. તમે તો થોડું જાણીને આવ્યા તેને શું લાગુ પડે ! કોલેજના પ્રોફેસર પહેલી ચોપડીનું બોલે? સમજમાં આવ્યું?
અહીંયા તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર છે તે પ્રોફેસર છે. ભગવાનની વાણી કહેવામાં વચ્ચે સંતો આડતીયા છે. થોડો અભ્યાસ તો હોવો જોઈએ. અરે ! દુનિયામાં એલ. એલ. બી. અને એમ. એ. માટે વકિલાતનું ભણ્યા હશે. આપણા આ બેઠા તે એલ. એલ. બી. વકિલ છે. વકિલાત પાસ કરવા કેટલા વરસ લાગે છે? (શ્રોતાબાવીસ વરસ લાગે છે.) રર વર્ષ તો વકિલાત ભણવામાં જાય એ આ તત્ત્વ સમજવામાં બે વર્ષ ન જાય? પાપની વકિલાત અને પાપના અભ્યાસ માટે ૨૨ વર્ષ લાગે.
શ્રોતા:- ન્યાયની કોર્ટમાં મદદ કરવા જાય.
ઉત્તર:- વકિલ કોર્ટમાં મદદ કરવા જાય છે. તે પૈસાના લોભે જાય છે. આ રામજીભાઈ છે તે મોટા વકિલ હતા. તેઓ પાંચ કલાક જતા અને ૨૦૦ રૂ. લેતા હતા. એક કલાકની સલાહુ દેવાના તે ૧OO રૂા. લેતા ત્રીસ વર્ષ થયા વકિલાત છોડી દીધી છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com