________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪
કલશામૃત ભાગ-૩ શ્રોતાઃ- વ્યવહારનો અર્થ જ મિથ્યાષ્ટિ કર્યો.
ઉત્તર:- મિથ્યાષ્ટિ કર્યો. વ્યવહારનો અર્થ જ મિથ્યાષ્ટિ કર્યો. પરદ્રવ્યનો કર્તા થાય છે તેમ માનવું મિથ્યાત્વ. હું મારા બાળકને કેળવણી આપી શકું છું. મોટો કરી શકું છું. માતાપિતા બાળકને મોટો તો કરેને? બીજું કોણ કરે? તે બધી ભ્રમણા છે. પરદ્રવ્યની ક્રિયા બીજું પરદ્રવ્ય કરે તેમ ત્રણકાળમાં થતું નથી.
શ્રોતા- જૂઠી વસ્તુ જગતને સાચી લાગી ગઈ.
ઉત્તર:- જૂઠનું ભૂત ઘૂસી ગયું. જ્યાં હોય ત્યાં મેં કર્યું... મેં કર્યું. કર્યું. માને. આ દરબાર છે તે બાજરો, જુવાર, ઘઉં, તલ વગેરે અનાજ ખેતરમાં બરોબર વાવેને? તેને પાણી બરોબર પાયને? તેથી પાક સારો થયો એમ માને છે, છોકરો હોંશિયાર હોય તોછોકરો બહુ જ સારો થયો છે. ધૂળમાંય થયો નથી સારો... સાંભળ તો ખરો ! એ દરબાર, આ તો વસ્તુની સ્થિતિ જ આવી છે.
ભાવાર્થ આમ છે કે- કહેવામાં એમ આવે છે કે- જ્ઞાનાવરણાદિ કર્મનો કર્તા જીવ છે, તે કહેવું પણ જૂઠું છે.”
આહાહા ! આત્માએ કર્મ બાંધ્યાને આત્માએ કર્મ ભોગવ્યા તે કહેવા માત્ર છે. શ્રોતા - આત્માએ કર્મનો નાશ કર્યો છે.
ઉત્તર- તે બધો વ્યવહાર છે. નિમિત્તમાત્રનું કથન છે. આ વાત ફૂલચંદજી પંડિત જૈન તત્ત્વ મિમાંસામાં ઘણું લીધું છે. તત્ત્વાર્થસૂત્રમાં એમ આવ્યું છે કે- ચાર કર્મનો નાશ થવાથી કેવળજ્ઞાન થયું. તો તેમણે જૈનતત્ત્વ મિમાંસામાં લખ્યું છે કે- ચાર કર્મનો નાશ થાય છે તો શું એમાંથી આત્માના કેવળજ્ઞાનની પર્યાય થાય છે? કર્મની પર્યાય નાશ થાય છે તો તે પર્યાય અકર્મરૂપ થાય છે. કર્મની પર્યાયનો નાશ કોણ કરે અને વ્યય કોણ કરે? કર્મનો નાશ થવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે? પંડિતજીએ જૈનતત્ત્વ મિમાંસામાં ઘણો ખુલાસો કર્યો છે. હવે અમારે હુકમચંદજી વિશેષ પાકયા છે.
જ્ઞાનાવરણાદિ કર્મનો કર્તા જીવ છે તે બધું જૂઠ છે. આત્મા કર્તા નથી તો કર્મનો કર્તા કોણ છે?
* * *
(વસંતતિલકા) जीवः करोति यदि पुद्गलकर्म नैव कस्तर्हि तत्कुरुत इत्यभिशङ्कयैव। एतर्हि तीव्ररयमोहनिवर्हणाय सङ्कीर्त्यते शृणुत पुद्गलकर्मकर्तृ।। १८-६३।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com