________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૬૨
પ૩ પરિણામ છે. કર્મચેતના કહેતાં રાગાદિ કરમ ચેતના અરાગી સમ્યગ્દર્શન આદિ તે જ્ઞાનચેતના છે. અહીં ચેતનામાત્ર પરિણામને કરે છે તેમ લેવું છે. ચેતના એટલે એકલું જ્ઞાન પરિણામ એમ ન લેવું. ચેતના એટલે રાગના પરિણામ અને સમ્યગ્દર્શન જ્ઞાનના પરિણામ બન્નેને ચેતનામાત્ર પરિણામ કહેલ છે. તે ચેતનામાત્ર પરિણામનો કર્તા છે.
કેવો હોવાથી? “સ્વયં જ્ઞાન” કારણ કે- આત્મા પોતે ચેતના પરિણામ માત્ર સ્વરૂપ છે. “જ્ઞાનાત બન્યત્ કરોતિ મિ” ચેતન પરિણામથી ભિન્ન જે અચેતન પુગલ પરિણામરૂપ કર્મ તેને કરે છે શું?” અર્થાત્ નથી કરતો, સર્વથા નથી કરતો.”
આ તમારી લાદી ને કરો છો? આ અમારા ભાઈ બેઠા છે તેને ૭૦ લાખનું મોટું દવાખાનું હતું. તે દવા બનાવતા. હવે તે વેંચી નાખ્યું.
પ્રશ્ન:- ઘડીક કહે કર્તા નહીં અને ઘડીક કહે દવા બનાવે તો અમારે શું માનવું?
ઉત્તર- એ માનતો હતોને કે- હું દવા બનાવું છું. ત્યાં અમે ગયા હતા, ભોજન કર્યું હતું. દવા જોઈ આમ ફરે ને ગોળી બને. મોટું દેશી દવા બનાવવાનું દવાખાનું. અહીંયા તો કહે છે પ્રભુ! કોણ બનાવે દવા ? એ ગોળી હલે છે તે ક્રિયાનો કર્તા શું આત્મા છે? તે આત્માનું કર્તવ્ય છે?
અહીંયા કહે છે કે- આ રોટલીના ટૂકડાં શું આત્મા કરી શકે છે? નહીં. આત્મા અશુદ્ધ વિકારપણે પરિણામો પરંતુ તે રોટલીના ટૂકડા કરી ધે તેવું છે નહીં.
આત્મા દાળ-ભાત બનાવી ઘે તેમ કરી શકે કે નહીં ? સ્ત્રીઓના હાથે બહુ સરસ હલવો થાય કે નહીં? પાપડ–વડી ને સેવ બનાવે. લાકડાંના પાટિયા ઉપર સેવ બનાવવા બેઠી હોય તો શું જાણે આમ અભિમાનનો પાર નહીં. ખાટલો હોય મોટો તેમાં પાટિયું રાખીને પછી ઘઉંની સેવ બનાવે. હાથની ક્રિયા પણ આત્મા કરી શકતો નથી. બહુ હોંશિયાર બાઈ હોયને તે પાપડને વડી બહુ સારી બનાવી શકે એમ પાગલ બોલે. સાંભળ તો ખરો! ડાહી બાઈ ક્યાંથી આવી?
શ્રોતા:- આખી દુનિયા પાગલ છે?
ઉત્તર:- આખી દુનિયા પાગલ છે. પાગલોના ગામ ભર્યા છે. અહીંયા આ કહે છે જુઓ!
અચેતન પુદગલ પરિણામરૂપ કર્મ તેને કરે છે શું? સર્વથા નથી કરતો.”
વીતરાગનો માર્ગ તો કથંચિત્ છે ને? એ તો નિત્ય અનિત્યની અપેક્ષાએ. કથંચિત્ નિત્ય છે અને કથંચિત્ અનિત્ય છે. પરને માટે તે બિલકુલ કર્તા નથી. સર્વથા કર્તા નથી.
“માત્મા પરમાવસ્થ ર્તા ય વ્યવહારિખ મોહ:”ચેતનદ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મને કરે છે એવું જાણપણું- એવું કહેવું મિથ્યાષ્ટિ જીવોનું અજ્ઞાન છે.”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com