________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૬૧
૪૯ એટલું પરથી ભિન્ન પાડવા સિદ્ધ કરવું છે. શુદ્ધપણે અર્થાત્ સમ્યગ્દર્શનપણે પરિણમે તે પર્યાય વ્યાપ્ય અને આત્મા વ્યાપક છે. અશુદ્ધપણે પરિણમે તો પર્યાય વ્યાપ્ય અને આત્મા વ્યાપક તેમાં પણ આત્મા શબ્દ પર્યાય લેવી. દ્રવ્ય વ્યાપક થઈને અશુદ્ધતારૂપે પરિણમે છે તે વ્યવહારનયનું કથન છે.
પ્રશ્ન:- દ્રવ્ય વ્યાપક છે તે બરાબર છે?
ઉત્તર- દ્રવ્ય વ્યાપક નથી એમ કહે છે. દ્રવ્ય તો શુદ્ધ છે. તેની શક્તિ તો શુદ્ધ છે તે અશુદ્ધપણે વ્યાપક થઈ શકે છે? ઝીણી વાત છે ભાઈ ! સમજમાં આવ્યું?
જે અશુદ્ધ પરિણમન છે તેના કર્તારૂપ ષકારકો છે તે કારકો પર્યાયમાં છે. તે કારકો દ્રવ્યમાં નહીં. દ્રવ્યના કારકો, ધ્રુવના કારકો તો ધ્રુવ છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાનરૂપ જે શક્તિઓ છે તે તો ધ્રુવ છે. તેમાં આ (ષકારકરૂપ) પરિણમન નહીં. જ્યારે અહીંયા તો પરિણામની વાત લેવી છે.
આહાહા! જે ધ્રુવ સદેશ છે તે પરિણામમાં આવતું નથી. પરિણમનમાં તો પર્યાય પરિણમે છે. પર્યાયનું કર્તા પર્યાયના ષકારક છે. વિકારી હો કે અવિકારી હો પર્યાય પોતાના ષકારકથી સ્વતંત્ર પરિણમે છે. આમ ને આમ ચલાવ્યું, ક્યારેય આત્માની દરકાર કરી નહીં.
ભગવાન તો વારસો ઘણો મૂકી ગયા છે. આ તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો મોક્ષનો માર્ગ છે. પ્રભુ! અત્યારે અહીંયા આવી વાત ક્યાં છે! વીતરાગતાનો તો અત્યારે વિરહ છે. પણ વીતરાગતાના નિમિત્તરૂપ શાસ્ત્રો એ કેવળજ્ઞાનની સિદ્ધિ કરી દીધી છે. જેને સમજવું હોય તેના માટેની વાત છે.
પોતાની ચેતનાની સાથે વ્યાપ્ય વ્યાપક છે, તેમ અહીંયા વિકારની સાથે પણ વ્યાપ્ય વ્યાપક કહ્યું ત્યાં પરથી ભિન્ન પાડવું છે એટલી અપેક્ષા છે. સમયસાર ૭૫-૭૬ ગાથામાં કર્તા કર્મના સંબંધમાં એમ કહ્યું કે વિકાર વ્યાપ્ય અને કર્મ વ્યાપક છે. કેમ કે ત્યાં સ્વભાવની સિદ્ધિ કરવી છે. જ્યારે અહીંયા તો તેની પરિણતિને સિદ્ધ કરવી છે.
૭૫-૭૬ ગાથામાં તો એમ લીધું કે- ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય શક્તિ અને શુદ્ધદ્રવ્ય વ્યાપક અને શુદ્ધ પર્યાય તેનું વ્યાપ્ય છે. વિકાર છે ને? વિકાર વ્યાપ્ય છે અને કર્મ વ્યાપક છે. એ કેવું કથન અને આ કળશમાં કેવું કથન ! કયું કથન કઈ નયથી છે તે સમજવું જોઈએ. શાસ્ત્રનો પાઠ છે કે નહીં? ખીલે બાંધવાના છે એટલે કે જે નયનું જે કથન છે ત્યાં તે સમજવું તે ખીલા છે.
શ્રોતા- અમારે તો શ્રદ્ધા કરવી છે તેથી સમ્યગ્દર્શનની વાત કરોને?
ઉત્તર:- આ સમ્યગ્દર્શનની તો વાત ચાલે છે ને ! ભગવાન! અશુદ્ધ પરિણતિ પણ તારાથી છે એમ કહેવામાં સ્વતંત્ર પરિણતિ સિદ્ધ થાય છે. એમ કહેવાનું તાત્પર્ય તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com