________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૬૧
४७ આમાં ક્રમબદ્ધ આવી ગયું. પર્યાય પોતપોતાના અવસરે થાય છે તે તેની ઉત્પત્તિની જન્મ ક્ષણ છે. ઉત્પાદ ઉત્પાદથી તે સમયે તે થવાનો હતો તે થયો તે ધ્રુવથી નથી.
જેમ ત્રિકાળી ત્રિકાળરૂપે છે તેમ વર્તમાન પર્યાયનો કાળ એક સમયનો છે. જે સમયે એનો કાળ છે તે સમયે તે ઉત્પન્ન થશે જ. સૂક્ષ્મ વાત છે પરંતુ વસ્તુ આવી ગંભીર છે. અલિંગગ્રહણમાં દ્રવ્ય-ગુણ બે ની વાત કરી. અહીંયા શેય અધિકારમાં એ કીધું કેપર્યાય પોત-પોતાના અવસરે થાય છે. તે તેની જન્મક્ષણ છે. સ્વામી કાર્તિકેયમાં તો એમ લીધું છે કે- છએ દ્રવ્યની કાળ લબ્ધિ છે. પોત પોતાના કાળે પર્યાય ઉત્પન્ન થાય છે તે તેની કાળલબ્ધિ છે.
(ૉય અધિકારમાં) પર્યાયનું ક્રમબદ્ધ સિદ્ધ થઈ ગયું પણ.. તેનું તાત્પર્ય શું?
અહીં અલિંગગ્રહણમાં કહ્યું કે- અર્થાવબોધરૂપ પર્યાય વિશેષને નહીં ગ્રહણ કરવાવાળું એવું દ્રવ્ય છે. દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી. દ્રવ્ય પર્યાયને અડતું નથી.
હવે ત્રીજો બોલ આકરો છે. પર્યાય દ્રવ્યને અડતી નથી. આ વાત વીસમાં બોલમાં આવે છે. “ “પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું ધ્રુવ દ્રવ્ય તેને પર્યાય સ્પર્શતી નથી.'' એ જે સામાન્ય છે તે પર્યાયને સ્પર્શતું નથી અને પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી.
પ્રવચનસાર ૧૦૭ ગાથામાં દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેને સત્ કહ્યાં છે. ઉત્પાદ- વ્યય ને ધ્રુવ ત્રણેય સત્ છે. શેય અધિકારમાં તે ત્રણેયને સ્વતંત્ર સિદ્ધ કર્યા છે. અને તે શ્રદ્ધાનો એટલે સમકિતનો અધિકાર તેમ સિદ્ધ કર્યું છે. ખરેખર તો સમકિતના કાળમાં દ્રવ્ય સ્વભાવનો આશ્રય તે સમકિત છે. પરંતુ અહીંયા જ્ઞાનપ્રધાન અધિકાર હોવાથી સમકિત કહ્યું છે.
| સર્વ વિશુદ્ધ અધિકારમાં તો પાછળ એમ લીધું છે કે- શેયને જ્ઞાયકની શ્રદ્ધા તે સમકિત છે. દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાએ તો એકલા જ્ઞાયકની શ્રદ્ધા તે સમકિત, પરંતુ જ્ઞાનપ્રધાન સમ્યગ્દર્શનની જે વ્યાખ્યા છે ત્યાં શેય ને જ્ઞાયકની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહ્યું છે. - પ્રવચનસાર સર્વવિશુદ્ધ અધિકાર તેની ૨૪૨ ગાથા છે શેયતત્ત્વ અને જ્ઞાતૃતત્ત્વની જેમ છે તેમ યથાર્થ પ્રતીતિ તેવું લક્ષણ છે તે સમ્યગ્દર્શન પર્યાય છે.
સમયસાર ૧૧મી ગાથામાં એમ કહ્યું કે- એકલા સ્વદ્રવ્યનું- ભૂતાર્થનો આશ્રય તે સમ્યગ્દર્શન- તે દૃષ્ટિ પ્રધાન કથન છે. અને જ્ઞાનપ્રધાન સમ્યગ્દર્શનના કથનમાં જેટલું શેય છે તે શેયતત્ત્વ અને જ્ઞાતૃતત્ત્વ તે પોતાનો આત્મા, તે બે ની તથા પ્રકારે પ્રતીતિ તે સમ્યગ્દર્શનની પર્યાય તેમ લીધું છે. આહા! આવો માર્ગ છે.
- પ્રવચનસારમાં જ્ઞાનપ્રધાન કથન છે અને સમયસારમાં દૃષ્ટિ પ્રધાન કથન છે. તેથી સમયસારમાં ૪૭ શક્તિઓ લીધી છે. કેમ કે દૃષ્ટિપ્રધાન કથનમાં શક્તિ અને શક્તિવાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com