________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૩
૪૬
કરવાવાળું દ્રવ્ય છે.
‘ અર્થાવબોધ ’ તેવો શબ્દ પડયો છે. અર્થ એટલે પદાર્થનું. અવબોધ એટલે જ્ઞાન. અવબોધ શબ્દે એકલું જ્ઞાન ન લેવું... પરંતુ “ અર્થાવબોધ ગુણ વિશેષ ” એમ લેવું. પાઠમાં એટલું લીધું– ‘ અર્થાવબોધ ’ એટલે દ્રવ્યમાં જેટલા ગુણ છે તે ગુણ વિશેષને સ્પર્શતું નથી.. તેવું દ્રવ્ય છે. ગુણને એટલે ભેદને સ્પર્શતું નથી. તેને અલિંગગ્રહણ કહેવામાં આવે છે. આ ધીમે ધીમે કહીએ છીએ જેથી વિચા૨ ક૨વામાં તેને અવસ૨ રહે.
અર્થાવબોધગુણ વિશેષ જેને સ્પર્શતું નથી તેવો દ્રવ્યસ્વભાવ છે. તેનો અર્થ એ થયો કે–ગુણ–ગુણીનો ભેદ પણ નથી. ગુણી દ્રવ્ય અને ગુણ શક્તિ તેવી ભેદની દૃષ્ટિ પણ નથી ગુણ ગુણીને અને ગુણી ગુણને ગ્રહણ કરે છે તેમ નથી. ગુણી તો દ્રવ્ય સ્વભાવ છે તે ભેદને-ગુણને ગ્રહણ કરતો નથી.
૧૯ બોલમાં ‘અર્થાવબોધરૂપ ’ પર્યાય વિશેષ તેને નહીં સ્પર્શવાવાળું દ્રવ્ય છે. શું કહ્યું ? સૂક્ષ્મવાત છે ભાઈ ! પ્રવચનસાર તે ભગવાનની દિવ્ય ધ્વનિનો સાર છે. પ્ર=દિવ્ય વચન=ધ્વનિ. દિવ્ય ધ્વનિ કહો કે પ્રવચન કહો. તેનો સાર એટલે દિવ્યધ્વનિનો સાર... તે પ્રવચનસા૨માં છે. ત્રિલોકીનાથ પરમાત્માની ઓમ ધ્વનિનો સાર છે.
પ્રવચનસા૨માં એક જ્ઞેય અધિકાર છે. ૯૩ થી ૨૦૦ ગાથા શેય અધિકાર છે. તે શેયનો સ્વભાવ શું છે તે અહીંયા કહે છે. વાસ્તવિક શેયનો આવો સ્વભાવ છે. શેય અધિકાર છે તે સમકિતનો અધિકાર છે. પહેલો જ્ઞાનનો અધિકાર અને બીજો શેયનો અધિકાર એટલે સમકિતનો અધિકાર. ત્રીજો ચરણાનુયોગ ચારિત્રનો અધિકાર એટલે ક્રિયાનો અધિકાર જ્ઞેય અધિકારમાં શેય કેવું છે તે કહ્યું છે.
શેય અધિકા૨ની ૧૦૨ ગાથામાં એમ લીધું છે કે– શેય આવું છે. પર્યાય જે પોતાના કાળે – જન્મક્ષણે તે સમયે ઉત્પન્ન થાય છે તેવો જ્ઞેયનો સ્વભાવ છે. શું કહ્યું ? જ્ઞેયમાં છએ દ્રવ્યો તે જ્ઞેયનો એવો સ્વભાવ છે કે જે સમયે જે પર્યાય ઉત્પન્ન થવાવાળી છે તેનો તે જન્મક્ષણ છે. તે પર્યાયની ઉત્પત્તિનો કાળનો કાળ છે. (સ્વકાળ છે)
શેય અધિકા૨ ૯૯ ગાથામાં એમ કહ્યું કે- પોતાના સમયમાં પર્યાય થાય છે તે શેયનો સ્વભાવ છે. આ સૂક્ષ્મ આવ્યું. કાલે પ્રશ્ન કર્યો હતો ને ? કાલે અવ્યક્તના છ બોલ ચાલ્યા હતા. આજે થોડું અહિંગગ્રહણનું લીધું.
શું કહ્યું ? ( ૧ ) છએ દ્રવ્યોનાં સ્વભાવમાં પોતાની પર્યાય સ્વકાળે થાય છે.. તે શેયનો સ્વભાવ છે. (૨) શેયનો સ્વભાવ એવો છે કે– પોત-પોતાના પર્યાય થાય છે, આગળ-પાછળ થતી નથી તે શેયનો સ્વભાવ છે. (૩) ઉત્પાદ ઉત્પાદથી છે. ઉત્પાદ વ્યયથી નહીં ને ધ્રુવથી નહીં. ધ્રુવ ઉત્પાદથી નહીં તેવો જ્ઞેયનો સ્વભાવ છે. પ્રવચનસારનો બીજો અધિકાર તેને જયસેન આચાર્યદેવે સમકિતનો અધિકાર કહયો છે. આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com