________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४४
કલશામૃત ભાગ-૩ દ્રવ્ય પરિણમતું નથી. પરંતુ પર્યાય પરિણમે છે. તત્ત્વની વાત ઘણી ગંભીર અને ઝીણી છે ભાઈ !
જે અશુદ્ધ પરિણતિરૂપ જેવી પર્યાય છે તે કર્તા, પર્યાય કર્મ, પર્યાય કરણ નામ સાધન, પર્યાય સંપ્રદાન, પર્યાય અપાદાન, પર્યાય અધિકરણ આ રીતે એક સમયની પર્યાયમાં ષટ્ટારકરૂપ પરિણમન છે. તે પરિણમનને પરની તો અપેક્ષા છે જ નહીં પરંતુ દ્રવ્યગુણની પણ અપેક્ષા નથી.
ક્રમબદ્ધમાં ઘણાં ઝગડા છે ને ! તે કહે છે કે- કર્મથી વિકાર થાય છે. અહીં ના પાડીએ છીએ કે- (કર્મથી વિકાર થતો નથી.) વિકારની અશુદ્ધ પરિણતિ પોતાથી થાય છે, પરથી નહીં. તે પરિણતિ પોતાના દ્રવ્યથી થાય છે તેમ પણ વ્યવહારથી કહેવામાં આવે છે. અશુદ્ધ પરિણતિ તે તેના ષકારકથી પરિણમે છે. આ વસ્તુનો સ્વતંત્ર સ્વભાવ છે.
જીવદ્રવ્ય-શુદ્ધ ચેતનારૂપ પરિણમે છે અર્થાત્ મોક્ષમાર્ગરૂપ પરિણમે છે તેનું નામ જ્ઞાન ચેતના છે. અશુદ્ધપણે પરિણમવું તે કર્મ અને કર્મફળ ચેતના છે. શુદ્ધ ચેતનારૂપ પરિણમવું તે જ્ઞાન ચેતના છે.
જ્ઞાન” શબ્દ ભગવાન આત્મા શક્તિએ શુદ્ધ દ્રવ્ય છે પરંતુ તેના લક્ષે જે શુદ્ધ પરિણમન થયું તે શક્તિએ શુદ્ધ છે માટે પરિણમન શુદ્ધ છે તેમ માનવું તે પણ હજુ વ્યવહાર થયો. બાકી શુદ્ધ પરિણતિની પર્યાય તેના ષટ્કરકથી થાય છે. શુદ્ધ પરિણતિ કર્તા, શુદ્ધ પરિણતિ કાર્ય, શુદ્ધ પરિણતિ કરણ, શુદ્ધ પરિણતિ અપાદાન, શુદ્ધ પરિણતિ સંપ્રદાન અને શુદ્ધ પરિણતિ આધાર – અધિકરણ છે. એક સમયની પર્યાયમાં ષકારકરૂપ શુદ્ધ પરિણમન પોતાથી છે, આત્મા તેનાથી ભિન્ન છે.
પ્રશ્ન:- અહીં (કળશમાં) તો આત્માને કર્તા કહ્યો છે ને?
ઉત્તર- તે હમણાં જ કહ્યું ને કે- વ્યવહારથી કર્તા કહ્યો છે. પરથી ભિન્ન પાડવા માટે લખ્યું છે.
પ્રશ્ન:- તે વાત માનવી કે હમણાં કહો છો તે માનવું? ઉત્તર- એ બન્ને વાત યથાર્થ છે.
આ વાત માનવાનું ફળ શું? અશુદ્ધ પરિણતિ પોતાથી થાય છે, પરથી નહીં. શુદ્ધ પરિણતિ પોતાથી થાય છે તેમ માનવાનું ફળ શું? તાત્પર્ય શું?
અશુદ્ધ પરિણતિ પોતાથી થાય છે એવું વાક્ય આવ્યું તો વીતરાગતા એમ કહે છે કે- ચાર અનુયોગનો સાર તો વીતરાગતા છે. તો અશુદ્ધ પરિણતિ તારાથી થઈ છે તે માનવાનું તાત્પર્ય શું? તાત્પર્ય એ કે- અશુદ્ધ પરિણતિની દૃષ્ટિ છોડી દે! અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની દૃષ્ટિ કર. અશુદ્ધ પરિણતિનું પરિણમન તારાથી છે તેમ જાણવાનું તાત્પર્ય આ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com