________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૬૧
૪૩
નથી. આહાહા ! આ અનંત નિગોદ જે છે તેને તારા જ્ઞાનમાં ગ્રહણ કરવાનો તારો સ્વભાવ છે.. તેમ બતાવવું છે. ૫૨ની દયા પાળવા માટે બતાવ્યા છે તેમ નથી. સમજમાં આવ્યું ?
પોતાના પ્રમાણ જ્ઞાનમાં ૫૨ અનંતા શેયો, પંચ પરમેષ્ઠી આદિ પદાર્થ તેનું જ્ઞાન કરવાનો સ્વભાવ છે. ગ્રહણ નામ જ્ઞાન કરવાનો અને પોતાનો સ્વભાવ ૫૨ના જ્ઞાનમાં ગ્રહણ કરાવવાનો સ્વભાવ છે. અર્થાત્ પ્રમાણરૂપ પણ આત્મા છે અને પ્રમેયરૂપ પણ આત્મા છે. આપણે ૪૭ શક્તિ ચાલી ગઈ. ત્યાં તો શુદ્ધ પરિણતિનો કર્તા પણ આત્મા નથી તે સિદ્ધ ક૨વું છે. સમજમાં આવ્યું ?
અહીંયા તો એ સિદ્ધ કર્યું છે કે- આત્મા શુદ્ધ પરિણતિરૂપે પરિણમો કે અશુદ્ધપણે પરિણમો, પરંતુ તે પોતાની પરિણતિનો કર્તા છે પરંતુ તે ૫૨નો તો કર્તા છે જ નહીં. બસ આટલું સિદ્ધ કરવું છે.
જ્યારે અશુદ્ધ પરિણતિરૂપે પરિણમે છે ત્યારે સામે કર્મમાં એટલા પ્રમાણમાં બંધન થાય છે. જેટલા પ્રમાણમાં તે રાગ-દ્વેષરૂપે પરિણમે તેટલા પ્રમાણમાં બંધ થાય છે, છતાં તે બંધની પર્યાયનો કર્તા આત્મા નથી. તો પછી શરીર ને વાણી ને દેહની ૫૨ની ક્રિયા કરી શકે આત્મા તેમ છે નહીં. હા, આત્માનો ૫૨ને ગ્રહણ કરવાનો જ્ઞાન કરવાનો સ્વભાવ છે. ૫૨ના કર્તાપણાનો અથવા ૫૨થી પોતાનામાં કાંઈ થાય તેવો કોઈ સ્વભાવ છે જ નહીં. સમજમાં આવ્યું ?
66
ભાવાર્થ:- “ જીવ દ્રવ્ય અશુદ્ધ ચેતનારૂપ પરિણમે છે. ” વિકારરૂપે પરિણમો તો પણ વિકા૨ તેનો કર્તા અને વિકાર તેનું કર્મ તે પણ પર્યાયમાં છે. દ્રવ્ય અશુદ્ધતાનું કર્તા અને અશુદ્ધતા દ્રવ્યનું કાર્ય એમ પણ નથી.
શું કહ્યું ? અશુદ્ધ પરિણતિ જે છે તેનું દ્રવ્ય કર્તા અને તે દ્રવ્યનું કર્મ એવું પણ છે નહીં. કેમ કે દ્રવ્યમાં એવી કોઈ શક્તિ નથી કે તે વિકા૨પણે પરિણમે. દ્રવ્યમાં અનંત શક્તિઓ છે અને તે બધી શુદ્ધ છે. શુદ્ધપણે પરિણમવું તે તેની શક્તિનું કાર્ય છે. સૂક્ષ્મ વાત છે ભાઈ !
આ અશુદ્ધતા છે તે તારું પરિણમન હો ! તો પણ તે પર્યાયનું ષટ્કારકરૂપ પરિણમન છે. આ વાત તો આજથી વીસ વર્ષ પહેલાં વર્ણીજીની સાથે થઈ ગઈ હતી. પંચાસ્તિકાય ૬૨ ગાથામાં છે. અશુદ્ધ પરિણમનનો સમય એક છે. એક સમયમાં તેના ષટ્કા૨કથી પર્યાયમાં પર્યાયનું પરિણમન છે. તે દ્રવ્ય-ગુણથી નહીં અને ૫૨થી પણ નહીં. સમજમાં આવ્યું ?
તે વાત કરે છે – તે અશુદ્ધ પરિણમનરૂપ પરિણમો કે પછી શુદ્ધ ચેતનારૂપે પરિણમો. બહુ ગંભીર વાત છે. આ આત્મા વ્યવહા૨થી પરિણમે છે, બાકી ૫૨માર્થે તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com