________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૬૧
૪૧
જાય, ત્યાં દ્રવ્ય જુદું, ક્ષેત્ર ભિન્ન, કાળ ભિન્ન અને ભાવ ભિન્ન છે. અહીંયા શેઠિયા કહેવાય અને તે ક્યાં જાય ! તદ્રુપ પોતાનું પરિણમન કરે છે પણ આ શ૨ી૨ની વાણીની ક્રિયાને ત્રણ કાળમાં પરિણમાવી શકતો નથી.
પ્રવચન નં. ૭૮
તા. ૨૭-૮- ’૭૭
કળશટીકા- કર્તાકર્મ અધિકા૨ નો ૬૧ કળશ ચાલે છે.
**
ભાવાર્થ આમ છે કે- “ જીવદ્રવ્ય અશુદ્ધ ચેતનારૂપ પરિણમે છે, શુદ્ધ ચેતનારૂપ પરિણમે છે.
શું કહે છે ? જીવ-આત્મા તે શુદ્ધ પર્યાય-સિદ્ધપણે અથવા મોક્ષમાર્ગપણે પરિણમો અથવા તે અશુદ્ધપણે પરિણમો પરંતુ તે ૫૨નો કર્તા તો છે જ નહીં. આ કર્તા કર્મ અધિકાર છે ને !
પોતાના પરિણામ શુદ્ધ ચૈતન્ય તે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રપણે હો કે સિદ્ધપણે હો ! અહીંયા તો સિદ્ધપણાની પર્યાય લીધી છે. પોતાની પર્યાયમાં સિદ્ધ પર્યાયપણે પરિણમો તે પોતાની પર્યાયનો કર્તા અને સિદ્ધ પર્યાય કર્મ.. એવું કર્તા કર્મ એ પણ ઉપચારથી છે. આહા ! આત્મા કર્તા અને શુદ્ધ પરિણામ કાર્ય એ ઉપચાર અર્થાત્ વ્યવહા૨ છે. ૫૨માર્થે તો શુદ્ધ પરિણતિ તે જ કર્તા અને તે જ કર્મ છે. પોતાનો આત્મા પોતાના સ્વભાવના આશ્રયે શુદ્ધ ચેતનારૂપ પરિણમન ( ક૨ે તેમ કહેવું તે પણ ઉપચાર છે).
લોકો કહે છે કે– ક્રમબદ્ધની બહુ તકરારી વાત છે. તે ભાઈ વાત લાવ્યા કે- તેઓ ક્રમબદ્ધને કબુલ કરે છે. તેમણે એમ કહ્યું કે- ક્રમબદ્ધની વાત તો સત્ય છે. ક્રમબદ્ધનો નિર્ણય થાય તો વીતરાગતા પ્રગટ થાય.
શ્રીપંચાસ્તિકાય ૧૭૨ ગાથામાં કહયું છે કે ચારે અનુયોગનો સાર વીતરાગતા છે. વીતરાગતા પ્રાપ્ત થવી તેનો અર્થ એ થયો કે- સ્વદ્રવ્યનો આશ્રય કરે તો વીતરાગતા પ્રાપ્ત થાય. સ્વદ્રવ્યનો આશ્રય ક૨વો તે ક્રમબદ્ધનો નિર્ણય છે.
આજથી ત્રીસ વર્ષ પહેલાં પ્રવચન હોલમાં વિદ્યુત પરિષદ ભરાણી હતી, ત્યારે લાલ બહાદૂરે કબુલ કર્યું હતું કે- ક્રમબદ્ધ છે. તે વખતે જગમોહનલાલજી ના પાડતા હતા. ત્યારે હજુ તેની શરૂઆત હતી. ત્યારે લાલ બહાદૂરે તેમને કહેલું કે– મબદ્ધ છે તે બરોબર છે. તે લોકો એમ માનતા કે– જો આપણે ક્રમબદ્ધનો નિર્ણય કરીએ તો સોનગઢની વાત સાચી થઈ જાય અને અમારી વાત ખોટી થઈ જાય. અરે.. ભગવાન ! સત્ય વાત શું છે તે વાત અહીંયા છે. આ કોઈની વાત છે ને તે કોઈની વાત નથી એ કાંઈ વાત છે ? અહીં તો કહે છે– જે આત્મા શુદ્ધ પરિણમન કરે છે તેનો કર્તા આત્મા અને શુદ્ધ પરિણમન કાર્ય તેમ તો છે પરંતુ કર્મનો અભાવ તે શુદ્ધ પરિણતિનો કર્તા એમ છે નહીં.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com