________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪)
કલશામૃત ભાગ-૩ અહીં પણ એ જ કહ્યું ને જુઓ! અશુદ્ધ ચેતનારૂપ વિભાવ પરિણામ તે રૂપ પણ પોતે તદ્રુપ પરિણમે છે. તે પર્યાયમાં તદ્રુપ પરિણમે છે. ત્યારે દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે. અરે! ભગવાન! તને શું થયું?
પિતાજી ગુજરી જાય, લક્ષ્મી જાય અને પાછળથી દીકરાઓ ઝગડા કરે. આ પાંચ લાખનું મકાન મારું છે. કેમ કે હું મોટો છું. પિતાજી મને મકાન આપી ગયા છે. હું તો પહેલેથી જ અહીં મોટા મકાનમાં રહું છું. પિતાજી ચાલ્યા ગયા અને તકરાર શરૂ થઈ તેમ કેવળજ્ઞાની ચાલ્યા ગયા, કેવળજ્ઞાનીના વિરહ પડ્યા અને પાછળથી તકરાર શરૂ થઈ. તે કહે– શુભભાવથી ધર્મ થાય છે. આ કહે– શુભભાવથી ધર્મ થતો નથી.
અહીંયા કહે છે કે- આત્મા તદ્રુપ પરિણમે છે. શુદ્ધપણે પરિણમવું કે અશુદ્ધપણે પરિણમવું તે તદ્રુપ પરિણમે છે. પર્યાયમાં તદ્રુપ પરિણમે છે ત્યારે દ્રવ્ય તદ્રુપ નથી. આહાહા ! દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધરૂપે છે. એકેન્દ્રિય હોય તો પણ તેનું દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે. સિદ્ધ પર્યાયરૂપે હો તો પણ દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે. સિદ્ધની પૂર્ણ પર્યાય પ્રગટી તેથી દ્રવ્યમાં કમી થઈ ગઈ તેમ નથી.
કહ્યું? વ્યક્ત પર્યાય પૂર્ણ નિર્મળ થઈ ગઈ તો હવે અંદર શુદ્ધતામાં કમીઓછપ થઈ ગઈ તેમ નથી. અને નિગોદમાં અક્ષરમાં અનંતમાં ભાગે પર્યાયનો ઉઘાડ રહ્યો તો અંદરમાં શુદ્ધતા વધી ગઈ તેમ નથી. શુદ્ધતા તો જેવી છે તેવી છે.
શું કહ્યું? ફરીથી ફરમાવો. નિગોદના જીવનો અક્ષરના અનંતમાં ભાગે વિકાસ છે. પર્યાયમાં આટલી અલ્પજ્ઞતા છે માટે ત્યાં દ્રવ્ય ઘણું શુદ્ધ છે તેમ નથી. દ્રવ્ય તો ત્રિકાળ એકરૂપ શુદ્ધ જ છે. પૂર્ણ સિદ્ધ શુદ્ધતારૂપી પર્યાય થઈ તો અંદરમાં શુદ્ધતાની કમી થઈ ગઈ તેમ નથી. ત્રિકાળી આનંદનો નાથ જ્ઞાયકભાવ તો ત્રિકાળ એકરૂપ બિરાજમાન છે. તારી દૃષ્ટિમાં આવવા છતાં નિધાન તને દેખાતું નથી.
પિતાજી મૂડી મૂકી જાય તો પાછળથી ધૂળના નિધાન એકદમ ખોલે. એક ગૃહસ્થ માણસ હતો તે ચાવી બેઠે રાખે. તે મરી ગયો તો મોટો દીકરો એકદમ અંદર જઈ અને ચાવી લઈ લીધી. બીજા છોકરા ન જાણે તેમ. બહારમાં આવું બને છે.
અહીંયા કહે છે કે- પ્રભુ! કાં તો તું સિદ્ધરૂપે પરિણમન કર અને કાં અશુદ્ધરૂપે પરિણમન કરી પરંતુ પરનું પરિણમન તો તું ત્રણ કાળમાં કરી શકતો નથી.
શ્રોતા:- ચાવીનું દૃષ્ટાંત અધૂરું રહી ગયું.
ઉત્તર:- જેમ ચાવી લઈને ખજાનો ખોલે તેમ આ ભગવાનની કૂંચી જ્ઞાન છે ચૈતન્યનું જ્ઞાન કરીને આખો ખજાનો ખોલી દેવાનો છે. ભગવાન આ વારસો મૂકી ગયા છે સમજમાં આવ્યું?
આ પૈસા આદિ બધુંય અહીંયા પડ્યું રહેશે અને તે ક્યાંય ચાલ્યો જશે. કોઈ પશુમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com