________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશાકૃત ભાગ-૩
પાંચમા બોલમાં એમ કહ્યું કે વ્યક્ત અને અવ્યક્તનું જ્ઞાન હોવા છતાં પણ દ્રવ્ય વ્યક્તને સ્પર્શતું નથી માટે અવ્યક્ત કહેવામાં આવ્યું છે.
સમયસાર ૧૭–૧૮ ગાથામાં લીધું છે કે- જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વપર પ્રકાશક હોવાથી અજ્ઞાનીને પણ... જ્ઞાનની પર્યાયમાં સ્વશેયનું જ્ઞાન આવે છે, પણ તેનું લક્ષ સ્વ ઉપર નથી. અજ્ઞાનીનું લક્ષ પર્યાય અને રાગ ઉ૫૨ હોવાથી પર્યાયમાં સ્વ શેય જાણવામાં આવતું હોવા છતાં પણ તેને જાણવામાં ન આવ્યું.
શું કહ્યું ? અજ્ઞાનીની વર્તમાન જ્ઞાનની પર્યાય છે તે પર્યાયમાં પણ સ્વનું જ જ્ઞાન થાય છે. કેમ કે જ્ઞાનની પર્યાયનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે. તે ૫રને પ્રકાશે છે તે એકબાજુ રાખો. છતાં તે પર્યાયમાં (સ્વપ૨ સંબંધી) સ્વજ્ઞાન જાણવામાં આવે છે. અજ્ઞાનીને તેની જ્ઞાન પર્યાયમાં સ્વશેય જાણવામાં આવવા છતાં, અજ્ઞાનીની દૃષ્ટિ તેના ૫૨ નહીં હોવાથી તેને સ્વજ્ઞેયનું જ્ઞાન થયું નહીં. થોડું ઝીણું પડે પણ.. રાત્રિના પ્રશ્ન કરવો. રાત્રિના ચર્ચા રાખી છે તેમાં થોડા પ્રશ્ન કરવા.
આહાહા! આ તો અગમ નિગમની વાતો છે ભાઈ! આત્મારામ એકલો આત્મબાગમાં ૨મે છે. જે ચીજને રાગ અને નિમિત્તનો સ્પર્શ નથી તેવો આત્મા છે. રાગથી માંડીને બધી ચીજ જ્ઞાનના શેયરૂપે છે.
જ્ઞાન કેટલું મોટું છે ? રાગનું જ્ઞાન, પંચ પરમેષ્ઠીનું જ્ઞાન, અનંત નિગોદના જીવોનું જ્ઞાન. તે બધાનું જ્ઞાનની પર્યાય જ્ઞાન કરે છે. જ્ઞાનની પર્યાયમાં શેયોનું જ્ઞાન હોવા છતાં તે શેયરૂપ થતી નથી. શેયને કા૨ણે શેયનું જ્ઞાન થતું નથી. જ્ઞાનથી જ્ઞાનનું જ્ઞાન થાય છે. આવી વાત છે ભાઈ ! અનંત સંસારનો છેદ થઈને જે કારણથી અનંત આનંદની પ્રાપ્તિ થાય તે સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે.
૩૮
આવી વાત તો છે નહીં અને ઉ૫૨થી વ્રત કરો, તપ કરો, અપવાસ કરો. બાપુ! ભાઈ.. તને નુકશાન છે. આ બધું તને ઠીક લાગે છે પણ જન્મ-મરણના માથે વજના ભાર ભર્યા છે. જન્મ-મ૨ણના માથે ડ૨ પડયા છે. તારી વિરુદ્ધ દૃષ્ટિને કા૨ણે તારે માથે ભવાબ્ધિ પડી છે.
જ્ઞાન સ્વરૂપી ભગવાન પર્યાયમાં છ દ્રવ્યને જાણે, ૫૨મેશ્વ૨ને જાણે, પંચ ૫૨મેષ્ઠીને જાણે, ૫૨ને પર્યાયમાં જાણે છતાંય તે માત્ર પર્યાય જેટલો આત્મા નથી. સમજમાં આવ્યું ?
સમયસારની પહેલી ગાથામાં આવ્યું ને કે– “ વંદિત્તુ સવ્વ સિદ્ધે. ” તેનો અર્થ શું કર્યો ? હું સિદ્ધોને વંદન કરું છું તેવો અર્થ ન કાઢતાં તેમણે એવો અર્થ કાઢયો કે- મારી પર્યાયમાં અને શ્રોતાઓની પર્યાયમાં અનંતા સિદ્ધોની સ્થાપના કરું છું.
แ
“વંદિત્તુ સવ્વ સિદ્ધે ” તે પહેલી ગાથાનો શબ્દ છે. તેમાંથી અમૃતચંદ્ર આચાર્યે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com