________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૬૧
૩૭ શાસ્ત્ર બનાવ્યા. આવી વાણી અને આવા સિદ્ધાંત ક્યાંય છે નહીં. આ (સિદ્ધાંતને) સમજવા માટે ઘણી તૈયારી જોઈએ. ઘણો જ પ્રયત્ન જોઈએ ભાઈ !
અહીં કહે છે કે- અંદર જ્ઞાયક ભગવાન પડ્યો છે એક બાજુ ગામ છ દ્રવ્ય અને એક બાજુ રામ નામ આત્મા પોતાની જ્ઞાનની પર્યાયમાં છ દ્રવ્યોનું જ્ઞાન થાય છે પણ (આત્મા) છ દ્રવ્યોથી ભિન્ન છે. અનંત સિદ્ધોનું પર્યાયમાં જ્ઞાન થાય છે પરંતુ અનંત સિદ્ધોથી ભગવાન ભિન્ન છે. અથવા પંચપરમેષ્ઠીથી ભિન્ન છે અને પોતે પંચપરમેષ્ઠી સ્વરૂપ જ છે.
શાસ્ત્રમાં આવે છે કે- આત્મા અરિહંત સ્વરૂપ, સિદ્ધ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપે જ છે. તસ્વાનુશાસનમાં (નાગસેન આચાર્ય) એમ લીધું છે. શિષ્ય પ્રશ્ન કર્યો કે- પ્રભુ! તમે કહો છો કે અરિહંતનું ધ્યાન કરો...! તો અરિહંત તો પર છે, અને તમે તો અરિહંત છો નહીં.. તો તમારું ધ્યાન ખોટું થયુંને?
ઉત્તર:- નહીં, નહીં. પોતાનો આત્મા જે અરિહંત સ્વરૂપ છે તેનું ધ્યાન કરે છે. પોતાનું ધ્યાન નિષ્ફળ જતું નથી. અરિહંત સ્વરૂપ આત્માનું ધ્યાન કરતાં પરિણામમાં આનંદ આવે છે. સમજમાં આવ્યું?
તમે કહો છો કે- અરિહંતનું ધ્યાન કરો! પરંતુ વર્તમાનમાં પર્યાયમાં અરિહંત તો થયો નથી. તો અરિહંતનું ધ્યાન જૂઠું થઈ જાય છે. અરે. પ્રભુ ! સાંભળ તો ખરો! તારી ચીજ જ અરિહંત સ્વરૂપ છે. વિકારના અભાવ સ્વભાવ સ્વરૂપે જ તારી ચીજ છે. આ આત્મા અરિહંત સ્વરૂપ જ છે, તેનું ધ્યાન કરવાથી તો આનંદ આવે છે. તેથી (નિજ) સ્વરૂપનું ધ્યાન કર્યું તે કાંઈ નિષ્ફળ ન ગયું.. પરંતુ સફળ થયું. આવી વાતો છે! - સ્તુતિમાં લીધું છે યોગીન્દ્રદેવ અને સ્વામી કાર્તિકેયમાં પણ છે. આત્મા પંચપરમેષ્ઠી સ્વરૂપ જ છે. અરિહંત સ્વરૂપ છે, સિદ્ધ સ્વરૂપ છે, આચાર્ય સ્વરૂપ છે. પાંચેય પદ વીતરાગ સ્વરૂપ છે ને! તેથી આત્મા અંદરમાં વીતરાગ સ્વરૂપ જ છે. વાત ઝીણી પડે પરંતુ માર્ગ આવો છે ભાઈ !
જે વાતથી અનંત જન્મ-મરણના અંત આવે ને જેનાં ફળરૂપ અનંત આનંદ આવે અર્થાત્ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ, અનંતવીર્ય. તે સ્વચતુષ્ટય વ્યક્ત પ્રગટ થયા.
આ કળશમાં પણ આવ્યું કે- “શુદ્ધ ચેતનામાત્ર- પ્રગટરૂપ સિદ્ધ- અવસ્થા. શક્તિરૂપે તો સિદ્ધ છે જ, પરંતુ એ શક્તિનું ધ્યાન કરવાથી સિદ્ધ અવસ્થા પ્રગટ થઈ જાય છે. અરે ! આવી વાત છે. શું થાય!
અવ્યક્તના પાંચ બોલ થયા, હવે છઠ્ઠો બોલ. આ છએ બોલમાં આત્માને અવ્યક્ત અર્થાત્ પર્યાયમાં આવતો નથી માટે અવ્યક્ત કહ્યો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com