________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૬૧
૩૫
"
ગઈકાલે રાત્રિમાં પ્રશ્ન આવેલો; ત્યારે કહ્યું ' તું ! કાલે વાત કરીશ પરંતુ આ તો અત્યારે આવી ગઈ.
પ્રશ્ન:- અવ્યક્ત છે તે સમ્યગ્દર્શનનો વિષય છે?
ઉત્ત૨:- ત્રિકાળી વસ્તુ છે તે ( સમ્યગ્દર્શનનો ) વિષય છે. પર્યાય વિષય નથી. કેમ કે પર્યાય તો વિષય કરવાવાળી છે.
પ્રશ્ન:- સમ્યગ્દર્શનનો વિષય અવ્યક્ત છે તો શું જોઈને શ્રદ્ધા કરવી ?
ઉત્ત૨:- (પર્યાયે ) જોઈને શ્રદ્ધા કરી, પર્યાયે એમ જોયું કે- આ જે દ્રવ્ય છે તે શ્રદ્ધામાં આવ્યું, જ્ઞાનમાં આવ્યું પરંતુ તે દ્રવ્ય પર્યાયમાં આવ્યું નહીં. એ પર્યાયને દ્રવ્ય અડયું પણ નથી. આવો માર્ગ છે. અરેરે ! આવું ૫૨મ સત્ય બહાર આવ્યું છે. અરેરે.. અનાદિથી ખોવાયેલ વસ્તુનું શરણ ન લીધું. અશરણ ચારગતિમાં પરિભ્રમણ કરતો તે એક ક્ષણમાં ભવ ચોરાશીના ભવરૂપ સમુદ્ર એટલે ભવાબ્ધિમાં ડૂબી ગયો.
એક સમયની પર્યાય વ્યક્ત, ત્રિકાળી દ્રવ્ય અવ્યક્ત બન્નેનું એક સમયમાં મિશ્રિત જ્ઞાન હોવા છતાં પણ દ્રવ્ય પર્યાયને અડતું નથી. જ્ઞાન છે તે દ્રવ્યને જાણે અને પર્યાયને પણ જાણે, છતાં તે જ્ઞાન દ્રવ્યને અડતું નથી. દ્રવ્ય દ્રવ્યરૂપ છે અને પર્યાય પર્યાયરૂપ છે.
અવ્યક્તના પહેલા બોલમાં સપ્તમ દ્રવ્યની વાત કહી હતી. સંવત ૧૯૪૮ની સાલમાં ધર્મદાસ ક્ષુલ્લક થયા. તેમણે સ્વાત્માનુભવમનન અને સમ્યજ્ઞાન દીપિકા બનાવી છે. એ સમ્યજ્ઞાન દીપિકા પ્રકાશિત થઈ તો લોકો કહે સોનગઢવાળાએ આમ કહ્યું છે. અરે.. ભગવાન ! સાંભળતો ખરો ! એ વાણી તો ક્ષુલ્લકની છે.
ધર્મદાસ ક્ષુલ્લકે સમ્યજ્ઞાન દીપિકામાં લખ્યું છે કે– જેના માથે પતિ છે તેવી સ્ત્રીએ કદાચિત્ કોઈ સાથે સંગ કર્યો હોય તો પણ તે બહાર પ્રસિદ્ધિમાં આવતો નથી. તેમણે આટલી વાત કહી છે. તેથી તે સ્ત્રીનો દોષ નથી તેવી વાત નથી. તેમ જેના માથે આનંદકંદ ભગવાન આત્માનું શિર છત્ર છે તેની પર્યાયમાં કદાચિત્ રાગાદિ થઈ જાય તો તે પ્રસિદ્ધિમાં આવતું નથી.
લોકમાં પિતાજીનું શિર છત્ર હોય છે તેમ પર્યાયમાં પિતા- દ્રવ્યનું શિર છત્ર છે. જેની દૃષ્ટિમાં શિરછત્રરૂપ દ્રવ્ય છે તેની પર્યાયમાં અશુભ આદિ ભાવ થઈ જાય છે તો પણ તે બહાર પ્રસિદ્ધિમાં આવતા નથી. તેમને આ કહેવું છે. તેથી તેમને એમ નથી કહેવું કે- દોષ છે જ નહીં. દોષ તો દોષ છે. આ વાતને એ લોકોએ (વિપરીત ) લગાવી દીધી કે– જુઓ ! “ વ્યભિચાર કરવા છતાં પણ દોષ નથી. ” ભગવાન ! ક્ષુલ્લકનો આશય આમ કહેવાનો નથી. આ કથન તો ક્ષુલ્લકનું છે અને તેની જગ્યાએ સોનગઢનું નામ લગાવી દીધું. એમની વાતમાં કાંઈ માલ નથી.
સમ્યજ્ઞાન દીપિકામાં એમ લીધું છે કે- છ દ્રવ્યથી ભિન્ન થઈ જાય તો આત્મા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com