________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬
કલશામૃત ભાગ-૩ સપ્તમ્ દ્રવ્ય થઈ જાય. આ વાત તેમણે ક્યાંથી લીધી છે? તેમણે અવ્યક્તના પહેલા બોલમાંથી કાઢયું છે. છ દ્રવ્ય છે તે વ્યક્તિ છે- શેય છે અને તેનાથી ભિન્ન ભગવાન આત્મા અવ્યક્ત છે તેથી તેને સપ્તમ્ દ્રવ્ય કહેવામાં આવે છે. આહા.. હા! આમાં તો ઊંઘ ઊડી જાય એવું છે.
આહાહા! આત્મા કાંઈ છ દ્રવ્યથી ભિન્ન ( સપ્તમ્ દ્રવ્ય) નથી. પરંતુ એક બાજુ રામ અને એક બાજુ ગામ અર્થાત્ એક બાજુ આત્મારામ અને એક બાજુ છ દ્રવ્ય. છ દ્રવ્યો છે તે શેય અને આત્મા જ્ઞાયક તે કારણથી છ દ્રવ્યથી ભિન્ન સપ્તમ્ દ્રવ્ય કહેવામાં આવ્યું. સમજમાં આવ્યું?
પાંચ બોલ થયા. હવે છઠ્ઠો બોલ જરા ઝીણો છે. પોતાના બાહ્ય અભ્યતર અનુભવમાં આવવાવાળા પરિણામ, તે પરિણામ પ્રત્યે ઉદાસીન છે. પરિણામ (દષ્ટિ) પરિણામથી ઉદાસીન છે. અર્થાત તે એક સમયના પરિણામમાં ટકતો નથી.
સ્વયં પોતાથી જ બાહ્ય અત્યંતર સ્પષ્ટ અનુભવમાં આવતો હોવા છતાં તે પર્યાય પ્રત્યે ઉદાસીન છે. પર્યાયનું વેદન છે છતાં પર્યાયથી ઉદાસીન છે. તે પર્યાય ઉપર ટકતો નથી તે દ્રવ્ય ઉપર ચાલ્યો જાય છે. માટે અવ્યક્ત છે.
બાહ્ય અત્યંતર સ્પષ્ટ અનુભવમાં આવી રહ્યો છે. આનંદનું વેદન સ્પષ્ટ આવે છે.. તો પણ જે વ્યક્તિ પર્યાય છે તે પ્રત્યે ઉદાસીનરૂપ પ્રકાશમાન છે. તે પર્યાયમાં રહેતો નથી, તે દ્રવ્ય ઉપર ચાલ્યો જાય છે. સમાજમાં આવ્યું? આ બોલ સૂક્ષ્મ છે ભાઈ ! એક સમયની જે પર્યાય છે તેનાથી ઉદાસ છે. ઉદાસીનરૂપથી પ્રકાશમાન છે માટે અવ્યક્ત છે. પર્યાયથી ઉદાસ છે તે કારણથી ભગવાન આત્માને અવ્યક્ત કહેવામાં આવે છે. આ થોડું સૂક્ષ્મ છે. રાત્રિમાં આ પ્રશ્નનો ઉત્તર થોડો થયો હતો.
પ્રશ્ન- અવ્યક્તનું વેદન કરીને પર્યાયથી ઉદાસ છે?
ઉત્તર- તે પર્યાયથી ઉદાસ છે. તે પર્યાયમાં કાંઈ ટકતો નથી તે તો સમયે સમયે અંદરમાં જાય છે.
બાહ્ય અત્યંતર સ્વયં વેદનમાં આવવા છતાં, પોતાના પરિણામ વેદનમાં આવવા છતાં તે એક સમયની પર્યાયથી ઉદાસ છે, તે ત્યાં ટકતો નથી. આ તો અગમ નિગમની વાતો છે. આ સંતોની વાતું એમાંય કુંદકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય તેમની ગજબની વાતું છે. કવિ વૃંદાવનજીએ તેમના ગાયનમાં લખ્યું છે કે- “હુયે, ન હૈ, ન હોયેંગે, મુનિંદ કુન્દકુન્દસે.”
આહાહા! ગજબ વાત છે. કુંદકુંદાચાર્ય સાક્ષાત્ ભગવાન પાસે ગયા હતા. પવિત્રતા કેટલી ! ભરતક્ષેત્રનો માનવી તેણે સદેહે સાક્ષાત ભગવાન પાસેની યાત્રા કરી. પરમાત્મા ત્રિલોકીનાથ વિદેહમાં બિરાજે છે. ત્યાં આઠ દિવસ રહ્યા અને ત્યાંથી આવી અને આ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com