________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪
કલશામૃત ભાગ-૩ અનંતી પર્યાય અને જે પર્યાય ભૂતકાળમાં થઈ ગઈ તે અંદરમાં છે ને! તે કાંઈ બહાર નથી. ભૂતકાળની અનંતી અશુદ્ધ પર્યાયો તે અંતરમાં (પારિણામિક ભાવે) મગ્ન છે. અંતર્મગ્ન કહેતાં તે પર્યાયની અશુદ્ધતા અંતરમાં નથી પરંતુ તે પર્યાયની યોગ્યતા અંતરમાં છે.
કહ્યું? અશુદ્ધ પર્યાયો જે અનંતી થઈને! તે અશુદ્ધ પર્યાયો અંતરમગ્ન છે તેનો શું અર્થ? પર્યાયની અશુદ્ધતા અંતરમાં નથી પરંતુ અશુદ્ધ પર્યાયની યોગ્યતા હતી તે અંતરમગ્ન થઈ ગઈ. તેવી રીતે ભવિષ્યમાં થવાવાળી અશુદ્ધ કે શુદ્ધ પર્યાયો તે અંતરમગ્ન છે. વ્યક્તિ એટલે ભૂતમાં થઈ ગયેલી અને અવ્યક્ત એટલે ભવિષ્યમાં થનારી પર્યાયો અંદરમાં લીન હોવાને કારણે અવ્યક્ત કહેવામાં આવે છે. માણસને સમજવું કઠણ પડે.
ચોથો બોલ- ક્ષણિક વ્યક્તિમાત્ર નથી માટે અવ્યક્ત છે. વર્તમાન પર્યાય છે તે વ્યક્ત અને ક્ષણિક છે, એ ક્ષણિક જેટલો આત્મા નથી માટે તેને અવ્યક્ત કહેવામાં આવે છે.
ફરીથી. એક સમયની પર્યાય જે વ્યક્તિ છે-પ્રગટ છે. દ્રવ્ય તે વર્તમાન ક્ષણિક વ્યક્તિમાત્ર ચીજ નહીં હોવાથી તેને અવ્યક્ત કહેવામાં આવે છે. વર્તમાન પર્યાય ક્ષણિક વ્યક્ત છે, પદાર્થ એટલો જ માત્ર નથી.
પંચમ આરાના સાધુએ પંચમ આરાના પ્રાણીઓ માટે તો આ વાત કહી છે. કોઈ કહે કે આ વાત તો ચોથા આરાની છે; તો એમ નથી.
અહીં કહે છે કે- ક્ષણિક વ્યક્તિ એટલે અનંતાગુણની અનંતી પર્યાયો એક ક્ષણમાં પ્રગટ થાય છે. તે વ્યક્તિ છે માટે ક્ષણિક છે અને તેનાથી ભિન્ન ભગવાન આત્મા છે સમ્યગ્દર્શનનો વિષય છે, તેને અવ્યક્ત કહેવામાં આવે છે.
હવે પાંચમો બોલ. ભગવાન આત્મા એટલે અવ્યક્ત દ્રવ્ય અને વ્યક્તિ પર્યાય તે બન્નેનું એક સાથે મિશ્રિત જ્ઞાન હોવા છતાં તે વ્યક્તિને સ્પર્શતો નથી. શું કહે છે? વ્યક્ત પર્યાય અને અવ્યક્ત દ્રવ્ય બન્નેનું એકસાથે મિશ્રિત જ્ઞાન હોવા છતાં તે દ્રવ્ય પ્રગટ પર્યાયને સ્પર્શતું નથી તેને અવ્યક્ત કહેવામાં આવે છે.
ફરીને...! ભગવાન આત્મા ત્રિકાળી દ્રવ્ય અવ્યક્ત અને પર્યાય વ્યક્ત તે બન્નેનું એક સાથે જ્ઞાન હોવા છતાં તે વ્યક્ત અવ્યક્તને સ્પર્શતું નથી. દ્રવ્ય પર્યાયને અડતું નથી. આહાહા...! વ્યક્તમાં નિર્મળ પર્યાય હો..! તો તેનું અને ત્રિકાળીનું જ્ઞાન એક સાથે હોવા છતાં વ્યક્તને અવ્યક્ત સ્પર્શતું નથી. પ્રગટ પર્યાયને દ્રવ્ય અડતું નથી.
પ્રશ્ન:- સમ્યકજ્ઞાનની વાત છે?
ઉત્તર- જાણવાની વાત જુદી છે. દ્રવ્યને અને પર્યાયને, જ્ઞાન બન્નેને જાણે છતાં એ જે વ્યક્તિ પર્યાય છે તેને અવ્યક્ત સ્પર્શતું નથી. એ વ્યક્તિ પર્યાયનું જ્ઞાન છે પણ તેને દ્રવ્ય સ્પર્શતું નથી. આવા અવ્યક્ત દ્રવ્યને સમ્યગ્દર્શનનો વિષય કહેવામાં આવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com