________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૩૨
કલશામૃત ભાગ-૩ કહ્યું છે કે- છ દ્રવ્ય સ્વરૂપ લોક છે તેનાથી ભિન્ન સપ્તમ્ દ્રવ્ય સ્વરૂપ આ શેય છે બાહ્ય છે તે વ્યક્ત છે તેનાથી ભિન્ન ભગવાન આત્મા અવ્યક્ત છે અર્થાત્ સક્ષમ દ્રવ્ય છે. એક બાજુ છ દ્રવ્ય સ્વરૂપ લોક શેય અને એક બાજુ શાયક ભગવાન આત્મા જ્ઞાતા, તે આત્માને અવ્યક્ત કહેવામાં આવે છે. અવ્યક્ત એટલે તે પર્યાયમાં આવતો નથી માટે અવ્યક્ત પરંતુ તે વસ્તુ તરીકે વ્યક્ત છે. પરંતુ દ્રવ્ય છે તે પર્યાયમાં આવતું નથી એ કા૨ણે તેને અવ્યક્ત કહેવામાં આવે છે. છ દ્રવ્ય સ્વરૂપ લોક વ્યક્ત છે અને શેય છે, તેનાથી ભિન્ન ભગવાન અવ્યક્ત છે. ૫૨નો તો કર્તા નહીં પરંતુ પોતાની પર્યાયનો પણ કર્તા નથી.
૪૯ ગાથા છે તે જીવનો અધિકાર છે. ત્યાં કર્તાકર્મનો અધિકાર નથી. ખરેખર જીવ તો અમે એને કહીએ તેમ કહે છે. જે પર્યાય વ્યક્ત છે અથવા લોકાલોક વ્યક્ત છે તે શેય છે, તેનાથી ભિન્ન ભગવાન આત્મા તેને અમે અવ્યક્ત કહીએ છીએ. આહાહા ! જ્ઞાન પર્યાયમાં અર્થાત્ વ્યક્તમાં જે દ્રવ્ય આવ્યું તે દ્રવ્ય વ્યક્ત પર્યાયને સ્પર્શતું નથી. સમજમાં આવ્યું ?
આ જીવાજીવ અધિકા૨ છે. જીવ તેને કહીએ કે- જે ત્રિકાળી જ્ઞાયકભાવ છે. જે ૫૨નો તો કર્તા નહીં, પણ જેમાં પર્યાયે નહીં. કેમ કે પર્યાય તો દ્રવ્યને વિષય બનાવે છે. વિષય બને છે તે ચીજમાં પર્યાય નથી. ઝીણી વાત છે.
ગઈકાલે રાત્રિના કોઈનો પ્રશ્ન હતો અવ્યક્ત સંબંધી. છ દ્રવ્ય સ્વરૂપ લોક છે તે શેય વ્યક્ત છે તે એકબાજુ અને તેનાથી ભિન્ન ભગવાન આત્મા સપ્તમ્ દ્રવ્ય ભિન્ન થઈ જાય છે. સમ્યજ્ઞાન દિપીકામાં એમ લીધું છે કે- આત્મા સપ્તમ્ દ્રવ્ય થઈ જાય છે. તેમણે આ અવ્યક્ત બોલમાંથી કાઢયું છે.
શું કહ્યું ? છ દ્રવ્ય છે તે વ્યક્ત છે, તેનાથી ભિન્ન ત્રિકાળી આત્મા અવ્યક્ત છે. વિષય ઘણો સૂક્ષ્મ છે. ગાથા ઝીણી છે.
છ દ્રવ્ય સ્વરૂપ લોક તેમાં સિદ્ધ પણ આવ્યા અને અનંત પંચપરમેષ્ઠી પણ આવ્યા અને અનંત નિગોદના જીવ પણ આવ્યા. અસંખ્ય સમ્યગ્દષ્ટિ તે પણ આવ્યા. અને તિર્યંચ જે પંચમ ગુણસ્થાનવર્તી અસંખ્ય શ્રાવક છે તે પણ આવ્યા. માટે છ દ્રવ્ય સ્વરૂપ લોક તે શેય અને વ્યક્ત છે અને ભગવાન તેનાથી ભિન્ન અવ્યક્ત છે. સમજમાં આવ્યું ?
સ્ત્રી, કુટુંબ, પરિવાર એ તો શેય છે પરંતુ અહીંયા તો પંચ પરમેષ્ઠીઓ, અનંત સિદ્ધો, અનંત કેળવીઓ, લાખો કેવળીઓ બિરાજે છે, તે બધા અહીંયા છ દ્રવ્ય સ્વરૂપ લોકમાં આવી ગયા. આ છ દ્રવ્ય સ્વરૂપ લોકને શેય- વ્યક્ત બનાવી તેનાથી ભિન્ન પોતાનું સ્વરૂપ અવ્યક્ત છે. પંચ૫૨મેષ્ઠી શેય છે અને વ્યક્ત છે તેનાથી ભગવાન આત્મા ભિન્ન છે- અવ્યક્ત છે. માથું ફરી જાય એવું છે.
આનંદઘનજીના પદમાં એક શબ્દ આવે છે...
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com