________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૩
ઉત્ત૨:- તારી પર્યાયનો અજ્ઞાનપણે કથંચિત્ કર્તા છો અને જ્ઞાનપણે તું રાગનો કર્તા નથી.. આ રીતે કથંચિત્ લાગુ પડે છે. અજ્ઞાનભાવે તું રાગ-દ્વેષનો કથંચિત્ કર્તા છો પરંતુ ૫૨નો કર્તા તો તું છો જ નહીં.
૩૦
કથંચિત્ કર્તા અર્થાત્ જ્યાં સુધી અજ્ઞાની છે ત્યાં સુધી અજ્ઞાનભાવે રાગ-દ્વેષનો કર્તા છે અને જ્યારે જ્ઞાન થયું કે- હું તો રાગ થી ભિન્ન આત્મા છું, આ રાગનો કર્તા પણ હું નહીં.. ત્યારે તે રાગનો અકર્તા-જ્ઞાતા રહે છે. રાગનો કથંચિત્ કર્તા થતો નથી. બપોરે પ્રવચનમાં શક્તિ ચાલે છે.. તેમાં પરિણમ્ય પરિણામકત્વ શક્તિ છે. રાગ તો શેય છે, તેને શેય ન બનાવતાં તે રાગનો કર્તા થાય છે. આવી ઝીણી વાતું છે. 'પરમાવસ્ય વ્હર્તા ન વિન્ ચાર્” જીવદ્રવ્ય પોતાના પરિણામનો કર્તા હોય છે.” ૫૨ભાવનો કર્તા ન કિંચિત્. અહીંયા ‘૫૨ભાવ’ શબ્દે શ૨ી૨, કર્મ તેને ૫ભાવ કહે છે. ‘ પરભાવ ' શબ્દે અહીંયા વિકારી પરિણામની વાત નથી. જીવ અજ્ઞાનભાવે વિકા૨ પરિણામનો કર્તા છે. સમજમાં આવ્યું ?
แ
,,
,,
અહીં પરભાવ અર્થાત્ જડશ૨ી૨, કર્મબંધન, વાણી, વગેરે ૫૨દ્રવ્યની ક્રિયાને અહીંયા ૫૨ભાવ કહેવામાં આવે છે. “ પરમાવસ્ય વ્હર્તાન વિન્ સ્યાત્” કર્મરૂપ અચેતન પુદ્ગલ દ્રવ્યનો ક્યારેય ત્રણે કાળે કર્તા હોતો નથી.” અહીંયા નજીકમાં નજીક કર્મ પરિણમે છે. જેટલા પ્રમાણમાં રાગ-દ્વેષ કરે તેટલા પ્રમાણમાં કર્મ પરિણમે છે.. તેનો પણ આત્મા કર્તા નથી. તો પછી શરીરની ક્રિયા ને વાણીની ક્રિયા ને કુટુંબની ક્રિયા ને ધંધાની ક્રિયા આદિને આત્મા કરી શકે તે ત્રણ કાળમાં બનતું નથી. આ તમે બધા વેપારી છો ને ? તો કહે છે કે- વેપારની ક્રિયા ત્રણકાળમાં કરતો નથી.
પ્રશ્ન:- અજ્ઞાની જોર કરે છે અને તમે ત્રણ કાળમાં કરતો નથી તેમ કહો છો ? ઉત્તર:- ..એ તો આગળ આવી ગયું ને કે- આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે પણ બળજોરીથી રાગનો કર્તા થાય છે, તો ૫ણ ૫૨નો કર્તા તો છે જ નહીં. સમજમાં આવ્યું ? ભગવાન આત્મા ! જ્ઞાન સ્વરૂપી ચૈતન્ય બિંબ તે રાગનો કર્તા નથી તો પછી ૫૨નો કર્તા છે તે વાત છે જ નહીં. આત્માનો સ્વભાવ રાગને કરવાનો નથી, પરંતુ બળજોરીથી એટલે ઉલ્ટી દૃષ્ટિથી તે દયા-દાન, વ્રત-ભક્તિના શુભ પરિણામનો કર્તા થાય છે. બાકી રાગને કરવું તેવું આત્માના સ્વભાવમાં છે નહીં. અને તે ૫૨નો કર્તા તો બળજોરીથી પણ થઈ શકતો નથી. સમજમાં આવ્યું.
શ્રોતા:- એટલે અહીં ૫૨નો સર્વથા અકર્તા લેવું.
ઉત્તર:- અહીં સર્વથા પ્રકારે (૫૨નો કર્તા નથી.) પોતાના પરિણામનો તો કર્તા થાય છે. ‘ પરભાવસ્ય’ પુદ્ગલ દ્રવ્યનો કર્તા 7 વિત્. વિક્ એટલે ત્રણે કાળ થતો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com