________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૬૧
૨૯ આત્મા સર્વથા પ્રકારે કરતો નથી. એટલે કે શરીરની હલન-ચલન ક્રિયાને આત્મા સર્વથા પ્રકારે કરતો નથી. કોઈ એમ કહે કે- નિશ્ચયથી કરતો નથી પણ વ્યવહારે તો કરે છે ને? એ માટે અહીં “ઇ” શબ્દ વાપર્યો છે. “” શબ્દનો અર્થ નિશ્ચયથી થાય છે.
વ સર્વથા પ્રકારે આત્મા જીવદ્રવ્ય (માત્મ માવસ્ય “વર્તાસ્થતિ)” પોતાના પરિણામનો કર્તા હોય છે, “પરમાવસ્ય વાર્તા ન વિસ્થાત” પરદ્રવ્યના પરિણામનો કદાચિત્ વ્યવહારથી પણ કર્તા નથી. આહાહા ! આત્મા બાયડી, છોકરા, ધંધાનું કાંઈ કરતો નથી. એમ કહે છે. છોકરાવને ધંધામાં – રસ્તે ચઢાવી દીધા. પછી નિવૃત્તિ મળે. તો કહે છે- તે અજ્ઞાન અને ભ્રમ છે.
શ્રોતા:- નિમિત્તના બહાને કર્તા થઈ જાય છે.
ઉત્તર:- નિમિત્તનો અર્થ શું? અજ્ઞાની નિમિત્તકર્તા થાય છે. જે સમયે પરની પર્યાય થઈ તેમાં અજ્ઞાની રાગ અને યોગનો કર્તા છે. પરની પર્યાય થઈ તેમાં નિમિત્તકર્તા કહેવામાં આવે છે. આટલી શરત છે. આ વાત સમયસાર ૧૦૦ નંબરની ગાથામાં આવે છે.
પરદ્રવ્યની જે સમયે જે પર્યાય થવાની તે થવાની. તે થવાની. તેમાં પારદ્રવ્ય કાંઈ ફેરફાર કરી ન શકે. આત્મા પણ પરદ્રવ્યમાં ફેરફાર ન કરી શકે, પરંતુ અજ્ઞાની માત્ર રાગ અને યોગનો કર્તા થાય છે. પરની પર્યાય થવા કાળે અજ્ઞાની જીવને નિમિત્તકર્તા કહેવામાં આવે છે. આહાહા ! અને જ્ઞાનીધર્મી જીવને પરમાં જે સમયે જે પર્યાય થાય છે તેમાં તે નિમિત્તમાત્ર કહેવામાં આવે છે. (જ્ઞાની) નિમિત્તમાત્ર હોં ! તે નિમિત્તકર્તા બનતો નથી. તેને નિમિત્તમાત્ર કહેવામાં આવે છે.
પ્રશ્ન:- નિમિત્ત તો છે ને?
ઉત્તર:- તેનો અર્થ શું? તે કાંઈ પરમાં કર્તા નથી. પરંતુ તે પરમાં નિમિત્ત છે એમ કહ્યું. નિમિત્તે કહેવું તે જુદી વાત અને નિમિત્તકર્તા કહેવું તે જુદી વાત છે. બન્નેમાં મોટો
આ શરીર જે ચાલે છે તેની ક્રિયા જ્ઞાનમાં શેય થાય છે. જેમ થાય છે તેમ જાણું બસ. જે ક્રિયા થઈ તેમાં તે સમયે ઉપાદાનકર્તા અને નિમિત્તકર્તા તો હોય જ છે, પરંતુ થયેલી ક્રિયામાં હું નિમિત્તકર્તા છું તે અજ્ઞાન છે. અજ્ઞાની પોતાના રાગનો અને યોગનો કર્તા થાય છે. પરની પર્યાય પરથી થઈ છે તે કાળે અજ્ઞાનીને નિમિત્તકર્તા કહેવામાં આવે છે. જ્યારે જ્ઞાનીને નિમિત્ત (માત્ર) કહેવામાં આવે છે નિમિત્તકર્તા નહીં. સમાજમાં આવ્યું?
વ” શબ્દ સર્વથા પ્રકારે પરનો કર્તા નથી તેમ લીધું છે. કથંચિત્ પરનો કર્તા થાય છે અને કથંચિત્ પરનો કર્તા નથી થતો તેમ નથી.
પ્રશ્ન:- જૈન ધર્મમાં કથંચિત તો કહ્યું છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com