________________
ધર્મ અને જ્ઞાનદાન
૨૫
दुर्गतिपतज्ज तुधारणाद् धर्म उच्यते ।
દુતમાં પડી રહેલા જીવાને, એટલે પડતા જીવાને ધારી રાખે તે ધમ કહેવાય. જ્યાં સુધી જીવ દુર્ગતિમાં પડતા હોય કે પડવાના સંભવ હાય ત્યાં સુધી ધારી રાખવાનું અને છે. મનુષ્ય માંદા હોય ત્યારે છેલ્લા શ્વાસ સુધી પણ વૈદ્ય કે ડોકટરોના ઉપાય ચાલે; પણુ મરી ગયા પછી ગમે તેવા નિષ્ણાત વૈદ્ય, ડાકટર, હકીમ હોય, કે તેમનાં ઊંચામાં ઊંચાં ઔષધા, ઈન્જેકશના હોય પણ તે બધાં વ્ય થાય છે. એ જ રીતે જીવ દ્રુતિમાં ગબડી ગયા પછી ધર્મનું કાંઈ પણ ચાલતું નથી; પડતા હૈાય ત્યાં સુધી જ ચાલી શકે છે, માટે ‘પ્ર' ઉપસર્ગ મૂકવા પડયા છે, એટલે દુતિમાં પડવા માંડેલાં ’ એવા તેના અર્થ છે.
C
નજીકમાં પડી રહેલાને જો કે ‘પડતા’કહી શકાય, કેમકે વ માનકાળના પ્રત્યયેા નજીકના ભૂત અને ભવિષ્યકાળમાં પણ વાપરી શકાય છે, પણ ‘પ્રપતતૂ' શબ્દમાં પ્ર' ઉપસર્ગ કહેવાથી પડવા માંડેલા એટલે પડી રહેલા એમ કહેવાના આશય છે; વળી તેથી પડવાનું સ્થાન પણ સિદ્ધ થાય છે, કેમકે સ્થાન વિના પડે કયાં ? જેમ મરેલા જીવ માટે ઔષધા નકામાં છે, તેમ નહિ જન્મ પામેલા બાળક માટે વઘો ઔષધ મંગાવે તે નકામાં જ છે. તે રીતે દુર્ગતિમાં પડેલા (પડી ગયેલા) તથા ભવિષ્યમાં પડવાવાળા માટે પણ ધર્મ નકામા છે, પણ પડવા માંડેલા જીવને ધમ ટકાવે છે. ભીતમાં ફાટ પડી હાય, ભીંત પડવા માંડી હેાય, ત્યારે થાંભલાના ટેકાથી ટેકવીએ છીએ. આ જીવ ગતિમાં ગબડવા માંડે તે તેને તે વખતે ધારણ કરી રાખનાર ધર્મ છે. હવે વ્યુત્પત્તિ વાસ્તવિક છે કે કેમ ? તે જોઇએ. પતન તેા ચાલુ છે ઃ મુશ્કેલી ચઢવામાં છે
વાંઝણીના છેાકરા જાય છે’ અથવા ‘આ હાર આકાશના ફૂલના છે’આ રીતે વાકયા બેલી તેા શકાય, પણ ગણાય તે ગપાટા, કેમકે પુત્ર હાય તે સ્ત્રી વાંઝણી શાની ? વાંઝણી કહી તા પુત્ર કયાંથી ? આકાશને ફૂલ કેવાં ? તે જ રીતે આ જીવ દુર્ગાંતિમાં પડેલા છે એમ માનવું શાથી ?’ એમ પ્રશ્ન થઈ શકે છે. ગતિ બે પ્રકારની છે : સદ્દગતિ અને દુગતિ.