________________
હું કોણ ?
૩૩૯ સાગરેપમે એક મરણ તે ચોક્કસ જ છે. આ આત્માને સિત્તર કડાકડી સાગરોપમ સુધી થવાવાળા અસંખ્ય જન્મમરણને તો ખ્યાલ જ નથી. પરંતુ તેને માત્ર એક જ આ ભવના મરણને ડર લાગે છે.
જગત મિથ્યા ત્યારે સત્ય શું ? આ જગતમાં બધું મિથ્યા છે અને માત્ર ભગવાનશ્રી જિનેશ્વરદેના વચને, દેવ, ગુરુ અને ધર્મ એ જ સત્ય છે. એ વિચાર આ આત્મા સદાએ પોતાના અંતરમાં ઘુંટયા કરે અને તે સિવાય તેને બીજે વિચાર સરખે પણ ન આવે ત્યારે જ તે સિત્તેર કેડાછેડી સાગરોપમને મરથી ડરનારો બને છે. જે આમા સિત્તેર કેડાછેડી સાગરોપમના જન્મમરણથી ડરે છે, તે આત્મા કદાપિ પણ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ સિવાય બીજી વાત પિતાના હૃદયમાં લાવી શકતું નથી. આ આત્માઓ બિચારા જ્ઞાનાવરણીય આદિ કર્મના ઝપાટામાં પડયા છે. તેમાંથી તે બિચારાઓને કેમ બચાવી લેવા એનો જે વિચાર આવે તે એ જ એક ભાવદયા છે એમ સમજજે, પરંતુ અહીં યાદ રાખવાનું છે કે જે પોતાની સ્થિતિને જેતે નથી તે કદી પારકાની સ્થિતિ જોઈ શકતા નથી જે પોતાનું શરીર ન દેખે તે પારકાનું શરીર શી રીતે દેખવાને હતે ? અર્થાત પરની ભાવદયા સ્વદયા વિના આવવી એ ઘણી મુશ્કેલ છે.
એક મરણની બીક છે પણ જ્યાં સુધી આ ભાવદયા ન આવે ત્યાં સુધી તે તમારે એમ જ સમજી લેવાનું છે કે ખાળે ડૂચા છે ને બારણાં ઉઘાડાં છે બધા આત્માઓ એક આ ભવના મરણથી ડરે છે, પરંતુ તેઓ બીજા થનારા અનતા મરણથી કદી ડરતા નથી. આ સંબંધીને આત્માને હજી વિચાર જ આવ્યો નથી ! અને જયાં એ સંબંધીને વિચાર જ નથી આવ્યું ત્યાં એ સંબંધીની પ્રવૃત્તિ તો હોય જ શાની! પ્રસ્તુત વિચાર આ જીવને નથી છતાં તે વિચાર આત્મામાં જાગૃત કરનારી જે કઈ પણ વસ્તુ હોય તે તે ભગવાન શ્રી જિનેશ્વરદેવનું શાસન છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસન સિવાય આ વિચાર બીજ