________________
અનર્થનું મૂળ
માન્યતાને ફરક એ અનર્થનું મૂળ છે. નાના છોકરાને કાચના કકડા અને હીરામાં ફેર લાગતું નથી, કેમકે તેને તેની કિંમત સમજાઈ નથી. તેમ આત્માનું સ્વરૂપ સમજાય નહિ, ત્યાં સુધી જીવને કર્મબંધનનાં કારણે મીઠાં લાગે છે. આત્માનું સ્વરૂપ જીવ સમજે એટલે તેને ચક્રવતીની ઋદ્ધિ કે દેવની અદ્ધિ કચરા જેવી લાગે છે. આ ઋદ્ધિની પાછળ રાચતા જીવો તેને પામર લાગે છે અને તેને થાય છે કે “આ બિચારાનું શું થશે ?
માન્યતા પલટાણી એટલે બધું પલટાય છે.
III0
જગતમાં માન્યતાને ફરક તે અનર્થનું મૂળ છે. જ્યાં માન્યતા ઊલટી હોય, ત્યાં જ્ઞાન ઊલટું થાય અને જ્ઞાન ઊલટું હોય ત્યાં માન્યના ઊલટી થાય. જે છોકરાએ કાચના કટકામાં હીરાની માન્યતા કરી, તે છેક હાથમાં સાચે હીરે મેળવી શકે, તે પણ તેને મેળવવાના સાધને મેળવવા ન માગે. કાચના કટકારૂપી જે હીરો છે, તેનાં સાધને તપાસશે, અને તેથી તેને કાચના કટકાઓ મળશે, ત્યારે તે ખુશ થશે. મહેનત કાચના કટકા માટે કરશે. સાચા હીરા કે તેનાં સાધને જાણવા માટે કે તેને મેળવવા માટે પ્રયત્ન કરતા બાળકને આપણે જોઈ શક્તા નથી.
| નાના બાળકનું દષ્ટાંત બાળકને પ્રયત્ન કાચના કટકા કેમ મેળવવા ? તે મેળવવા માટે શું કરવું? વગેરે માટે હોય છે. તે મળે ત્યારે કૃતાર્થ ! આ દશા બાળકની છે. આપણે આત્માને તેના સ્વાભાવિક સ્વરૂપે માન્ય નથી, જાણે નથી, અને તેના તરફ ઉદ્યમ કર્યો નથી, તેની વાત આવે તે ન ગમે. નાના છોકરાને મેટા ઝવેરીના ચેપડા વગેરે ન ગમે. તેને તે કાચને કટકે પેટીમાં પડે એટલે તે દઢ ગજ દે,