________________
મમતા
૪૭૭ તાપસે પંચાગ્નિ તપ કરે છે તેમાં સાચી કલ્યાણબુદ્ધિ નથી, માટે તે મેહગર્ભિત વૈરાગ્ય છે.
ગમે તે નિમિત્ત મળતાં જે જીવને સંસાર અસાર લાગે હોય. અને જે મેક્ષ મેળવવા તૈયાર થયો હોય, તેને વૈરાગ્ય તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છેઃ અભાગીને આ વૈરાગ્ય નથી.
જે વૈરાગ્ય સંસારથી પાર ઉતારનાર છે તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય. છે. માટે આવા વૈરાગ્યથી આત્માને વાસિત કરી શકને ટાળવે જોઈએ. કેમકે સંગ ત્યાં વિરોગ નિશ્ચિત છે.
ઉપદેશને અમલ કરવામાં એદી હેય તે
ઉલટો ઉપદેશકનો વાંક કાઢે છે! મુનિએ આ રીતે રાજાને સંસારની સ્થિતિ જણાવી ઉપદેશ દીધે. પણ નદીના પાણીને ધંધબંધ પ્રવાહ પથ્થર પર ચાલ્યા જાય પણ પણ સુતરવા જેટલું પણ ભાગ તેની અંદર ભી ન થાય, તેમ શેકમાં ડૂબેલ રાજાને મુનિના ઉપદેશની અસર થઈ નહિ.
મેહમદિરાથી છાકટાપણું આવ્યું હોય ત્યાં ઢોલ–વાજાં વગાડે તે પણ કાંઈ હિસાબમાં નથી. મેહમદિરાને એ પ્રભાવ છે કે તેના ભકતે–તેનું પાન કરનારાઓ ઉલટા ઉપદેશકને વાંક કાઢે છે.
એક બોરડીના ઝાડ તળે એક એદી સૂતો હતો. પાકેલું એક બેર તેનાથી એક હાથ છેટે પડયું હતું. બાર જોઈને તેને મોમાં. પાણી છૂટતું હતું, પણ તે એ એદી હતો કે ઊઠવું કે હાથ લાંબે. કરવો તે તેનાથી બને તેમ નહોતું. ત્યાંથી કંઈક દૂર એક ઊંટવાળે ઊંટ પર સવાર થઈને જતે હતો, તેને એદી કહે છે-“ઓ ઊંટવાળા !. જરા નીચે ઊતરીને આ બેર મારા મોંમાં મૂકને !”
કહો કે એદી !!!
તેમ આપણે પણ સંસારના મેહમાં એવા લીન થયા છીએ, અને માયાની મૂંઝવણથી એટલા બધા દીન બન્યા છીએ કે શ્રી જિનેશ્વરદેવનાં વચને હૃદયમાં ઊતરતાં જ નથી, અને તેથી પોતાના પ્રમોદને શું આપણે વાંક કાઢીએ છીએ? નહિ. વાંક ગુરુને.