Book Title: Anand Pravachan Darshan
Author(s): Anandsagarsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 490
________________ જીવજીવન અને જડજીવન છોકરો દીક્ષા લેવાનું છે તેવું સાંભળે ત્યારે છાતી અને મેટું બરાબર અવલોક, ભલે કશું ન બેલે; પણ અંતઃકરણમાં આનંદ થતું નથી. જે સન્માર્ગ તરીકેની પવિત્રમાં પવિત્ર કાર્ય તરીકેની છાયા હજુ હૃદયમાં પડી નથી, ત્યાં હર્ષને કૃત્રિમ ઉત્પન્ન કરવો પડે છે. સ્વાભાવિક હર્ષ ઉત્પન્ન થતું નથી. તે તમને એમ તે કયાંથી જ થાય કે દુનિયામાં આટલું બચ્યું? આવો વિચાર કયારેય પણ આવ્યો કે જે નીકળે એ જ બચ્યા. બચ્યા તરીકેની બુદ્ધિ કઈ દિવસ આવે છે? આશ્રવમાં રહે ને બળતામાંથી સંવરમાં જાય એ તર્યો. મારાથી એક બ, તર્યો તે ધન્યભાગ્ય, એ તરીકેનું અંતઃકરણ કયારેય થયું? અને એ તરીકેનું અંતઃકરણ થયું હોય તે તો પોતે બચે કેમ એ વિચાર હોય, અને બચ્ચે સાંભળે તે તે આનંદ પામે, એ દશા કયાં છે? : હવે અહીં વિચારે. આ સ્થિતિએ આખી દુનિયા તરે. એને તર્યાની બુદ્ધિ નહીં. આ મારા પલે લાગેલા તેમાંથી કેટલાને બચાવ્યા. નદીના પ્રવાહમાં તણાઈ જતા હેય ને ખલાસી પડે છે, તેની જોડેના ડૂબતાને બચાવવાની તેની પહેલી ફરજ છે. સંસારસમુદ્રમાં બધા ડૂબી રહ્યા છે. તેમાં આપણી જોડે રહેલા તે જરૂર તરવા જોઈએ. ૯ના બચાવ્યાનો જે આનંદ થાય. તે કરતાં ૧ ડૂબેલાને શેક વધારે. થાય. પોતાને આશરે આવેલ ડૂબી જાય તેમાં વધારે શોક કરે. આપણને વળગેલામાંથી એક પણ ડૂબે તેમાં આપણું નાશી જ. કહેવાય. મગજમાં આવા પ્રકારની સ્થિતિ કયારે આવે ? જ્યારે આપણે દઢ સમતિવાળા હોઈએ અને દઢ સમકિતીપણું હોય ત્યારે. જ આપણી ધર્મક્રિયા સફળ થાય છે. --

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510