________________
મમતા
૪૭૩
રાજા અતિ શાકાકુલ થયે. રાજા પણ વૃદ્ધ હતું એટલે કે એને પણ જીવનને છેડે જ માનતા હતા. પરંતુ રાજા જે આત્મદષ્ટિથી વિચારે તે હતું શું અને ગયું શું ? એને તે વળી અફસેસ શાને ? પુદ્ગલપ્રેમીઓની દશા પાગલ જેવી હોય છે. આ દિશામાં રાજાના કલ્પાંતમાં શી ઊણપ હોય? ભારદરિયામાં પડેલો, તરવાના સાધન વગરને ડૂબી જાય તેમાં આશ્ચર્ય નથી. તેમ આત્માને તથા ધર્મને નહીં ઓળખનારાઓ તેવા સંયેગવશાત્ સંસારસાગરમાં ડૂબી જાય, તળીએ જઈ બેસે તેમાં નવાઈ નથી. રાજાના શોકને પાર નથી !
આ વખતે પ્રધાને વિચાર કર્યો કે “આવા પ્રસંગે શોક કે ક૯પાંતથી બચાવનારું સાધન આત્મા તથા ધર્મને ઓળખાવનાર ગુરૂ જ માત્ર છે. જગતની જૂ ફી બાજીને તેના ખરા સ્વરૂપથી સમજાવનાર ગુરુ વિના બીજું કઈ નથી. માટે કઈ મુનિ મહારાજ પાસે રાજાને લઈ જવામાં આવે તે જરૂર શોકનું નિવારણ થાય.” વાત પણ ખરી ! પ્રધાનને ઉપદેશ કામ ન લાગે, કેમ કે આખરે એ પણ જગતની માયાના પૂતળાઓમાંનું એક છે. વળી એ રાજાને એ સેવક છે. સ્વામીના મગજ ઉપર આવા વખતે સેવકને કાબુ હોઈ શકે નહીં.
મહાત્માઓ કેઈના સેવક નથી, સ્વામી છે. એટલે તેઓ જ સત્ય ઉપદેશથી દુનિયાને શોક નિવારણ કરી શકે. “રાજા એટલે ભવાટવીમાં ભમતે ભૂત ! એને ઠેકાણે લાવવા માંત્રિક જેવા મુનિની ) જ જરૂર છે, આમ વિચારી નગરની પાસે ઉદ્યાનમાં બિરાજમાન ગુરૂ પાસે રાજાને પ્રધાન લઈ ગયા. ગુરૂમહારાજે રાજાને સંસારની અનિત્યતા સમજાવી. મોટે ભાગે મેહાંધ ઉપદેશ વ્યર્થ નીવડે છે, છતાં ગુરુમહારાજે ઉપદેશ આપવા માંડયે :
મહાનુભાવ ! સંસાર અનિત્ય છે. કેઈ ઝવેરી હીરો ખરીદવામાં ઠગાય અને કાચના ટુકડાને હીરો માની લઈ લે, તેના કરોડ રૂપીઆ આપી દે. એ હીરે સાચવવા તિજોરી વસાવે, રક્ષણ કરવા આરબે રાખે, પણ જ્યારે માલુમ પડે કે “એ તે કાચના ટુકડે છે, ત્યારે