________________
૪૯૨
આનંદ પ્રવચન દર્શન
જવાના જ ડ્રા સમાચારથી પણ શેક એ કેવળ મમત્વભાવને લઈને જ થાય છે.
એક કોડની મિલકતનું મકાન વેચનારે વેચું, લેનારે લીધું. બીજે દિવસે તે મકાનને નાશ થયેઃ આગથી અગર અન્ય આફતથી મકાન જમીનદોસ્ત થયું. આથી વેચનારને પારાવાર આનંદ, લેનારને શેકની પરાકાષ્ઠા ! તેનું કારણ શું? મમતા ! મમતા !! મમતા !!! પહેલે દિવસે તેમ થયું હોત તે વેચનારને શક હતું, કેમ કે તે બેલત કે “વેચવા વખત ન આવે, લેનારને આનંદ હતું કે “મિલકત નથી વસાવી તે સારું કર્યું, બચી ગયા. બીજે દિવસે ઊલટો જ મામલે ! આ પલટ કેણે કરાવ્યો ? મારા પણાના ભાવે! મમતાએ !!
ત્યારે એ સિદ્ધ થાય છે કે વસ્તુના નાશને શોક કોઈને નથી. જે શક કે ખેદ છે તે “અમારું ગયું, મારી ચીજને નાશ થયો” આ ભાવનાને અંગે છે. જ્યાં મારા૫ણુની સ્થાપના ત્યાં આનંદ, મારાપણાને નાશ ત્યાં આઘાત! આથી મમતાભાવ એ જ મારનારે પદાર્થ છે. માટે મમત્વભાવને, મારાપણાને નાશ કરવો જોઈએ.
- શોક વસ્તુના નાશને લીધે નથી થતું, પણ તેને અંગે થયેલા પિતાપણના નાશને લીધે થાય છે.
એક રાજા હતા. તેની ઉંમર સાઠ વર્ષની થઈ અચાનક તેને એકને એક પચીશ વર્ષને કુંવર સંતાન વગરને મરી ગયે. રાજ્યને વારસ કુંવર ગયે, તથા તે સંતાન વગરને ગયે, માટે રાજ્ય નાવારસ રહ્યું ઃ આ હાલતમાં રાજાના કલ્પાંતને કંઈ પાર હોય ખરો ?
સંસારની માયામાં મૂઝાયેલા, મમત્વભાવમાં મગ્ન બનેલા, આત્માની ઓળખાણ વગરના જીની આવા પ્રસંગે ખરેખર કરૂણદશા થાય છે. દુનિયા એ પંખીને મેળે છે” આટલું ધ્યાનમાં લેવામાં આવે તે કાંઈ વાંધે છે? પણ એ જાણવું, સમજવું, માનવું તે ઘણું મુશ્કેલ છે.