________________
ધર્મલાભ
૩૯
ઉપાધ્યાય, તપસ્વી, બાળ, ગ્લાન, અને વૃદ્ધાદિ મુનિને માટે આહારાદિ કેમ લેવાય છે? " એ આહારાદિ ધર્મને આશ્રીને લેવાય છે. સર્વ મુનિવરોની વૈયાવચ્ચ પણ આત્મધર્મ છે. અને તેથી જ આહારાદિ લેતી વખતે પદાર્થની પરિણતિમાં ફેરફાર થાય તો દોષ લાગે. શ્રીમંતને કે ગરીબને અપાતા ધર્મોપદેશના
સ્વરૂપમાં ફરક નથી. કેઈ આબરૂદાર કે મોભાદાર ગૃહસ્થ પાછળથી આવે અને તમે તેને આગળ બેસાડે તે તેમાં તમારી અને તેની બંનેની શોભા છે. પોતાની મેળે એ આગળ આવીને બેસી જાય તો તેને પણ શોભા રૂપ નથી અને તમને પણ શેભા રૂપ નથી. તમે કદી એમ ધારો કે પાછળ બેસી જાય તો ઠીક.” વ્યાખ્યાનમાં વળી નાના-મોટા શા? ભગવાનના સમવસરણમાં વળી નાના-મેટાને ભેદ છે? આવું વિચારનારાઓ શાસ્ત્રને સમજ્યા જ નથી. સમવસરણમાં પણ શ્રેણિકરાજા અને ઋદ્ધિવાળા વગેરેને આગળ આવીને બેસવાનું હતું કે નહિ? પ્રતિકમણની મંડળીમાં આચાર્ય મેડા આવે ત્યાં સુધી બીજાઓ કાઉસ્સગ્નમાં ઊભા રહે છે. ઋદ્ધિમાન કે રાજા વગેરે કઈ વાર આવેલ હોય તો તેને ધર્મોપદેશ આપવાને માટે આચાર્ય મહારાજ ખોટી થાય છે.
કદાચ શંકા થાય કે પૂર્ણ એટલે ચક્રવર્તી આદિ તેઓને પૂર્ણ એટલે જેવી રીતે ધર્મ કહે તેવી રીતે તુચ્છ એટલે દરિદ્રી આદિને કહેવાને છે. ધર્મ કહેવાની બેય માટે સરખાવટ છે. શ્રીઆચારાંગસૂત્રકાર ગણધર ભગવાને ધર્મકથન માટે બેય માટે સરખે નિયમ રાખ્યો તે પછી પ્રતિકમણનો વખત વીતી જાય છતાં રાજદિકને ધર્મ સંભળાવવા. આચાર્ય બેટી શા માટે થાય ?"
એ પણ પ્રશ્ન છે કે ઉદ્ભવશે, પણ જેઓને આગળ-પાછળ વિચાર ન હય, માત્ર શબ્દને જ વળગે, રહસ્ય ન સમજે તેઓને જ આ પ્રશ્ન થાય, તેવાઓ આને ભૂલ ગણવા પણ તૈયાર થાય. કેટલીક વખત જમાઈ અને દીકરાનું નામ એક હેય અને દેવદત્ત