________________
૪૧૬
આનંદ પ્રવચન દર્શન
તે પછી આખા જગતને માટે અહિંસાનો ઉપદેશ આપનારા ભગવાને પિતાના અથે વનસ્પતિકાયની વિરાધના થઈ તે અંગે લક્ષ્ય કેમ ન આપ્યું? તે આખા જગતે દયા પાળવી પણ મારે માટે દયાનું નામ ન લેવું એ તેમને અભિપ્રાય હતે ?”
આ શંકા બરાબર થી ભગવાને પોતાનું માન, સન્માન વધારવા માટે કદાપિ પણ પોતાની ફૂલો લઈને પૂજા કરવાનું તેને કહ્યું જ નથી.
તે પછી ભગવાનની પૂજા શા માટે કરવાની છે ?
ભગવાનની પૂજા આપણે કરીએ છીએ તેનું કારણ એટલું જ છે કે આપણે તેમના ત્યાગને અંગે પૂજા કરીએ છીએ. ભગવાનને ત્યાગ આપણે રૂંવાડે રૂંવાડે વસે તે માટે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ. તમારે પણ એ જ ત્યાગને અપનાવી લેવાને છે. પરંતુ તમે એ ત્યાગને ન અપનાવી લે, ત્યાં સુધી એ ત્યાગમાં તન્મય. થવાને માટે ભગવાનની પૂજા એ સાધન છે. તમે સર્વવિરતિ આકરે, તેના પરિણામે પામે તે જ માટે ભગવાનની પૂજા કરવાની છે. ચૌદ. રાજકમાં અભય પડહ બજાવવા માટે ભગવાનની ભક્તિ કરવાની છે. દલાલી તરીકે અપાતે પૈસે પણ વસ્તુના મૂલ્યને અંગે હાય છે.
જેની કિંમત વધારે તેની દલાલી પણ વધારે હોય છે. તે જ પ્રમાણે ત્યાગના સંસ્કાર આપણા આત્મામાં જમાવવા માટે, ત્યાગની ભકિત કરીએ, ત્યાગનું સ્વરૂપ આપણામાં ઉતારવા માટે આપણે ભગવાનની ભક્તિ અને ભગવાનનું પૂજન કરીએ છીએ. સાધુઓ વગર દલાલીએ વેપાર કરનારા છે, એમને દલાલીની જરૂર નથી, પરંતુ સાધુઓ જેટલી શક્તિ ગૃહસ્થોએ મેળવી નથી જેથી તેઓ થોડી દલાલી દઈને વેપાર ખેડે છે અર્થાત્ એઓ પૂજારૂપ દલાલી આપીને. ત્યાગ દઢ કરે છે.