________________
આનંદ પ્રવચન દર્શન જેઓ ઈન્દ્રિયના વિષયે પાછળ દેડી રહ્યા છે તેને
ધર્મની કિંમત નથી. નાના બાળકને આબરૂને કે કિંમતને ખ્યાલ હોતો નથી. તમે શાસ્ત્રો માટે બોલે કે ધર્મ ફાકડા મરવા; પીવા, ઓઢવા કે પહેરવા માટે કામ લાગે છે?” નાનો છોકરો પણ તેમ બોલે છે કે આબરૂ ફાકડા મારવા, પીવા, પહેરવા કે ઓઢવામાં કામ લાગે છે? નાનું બાળક ખાવામાં ને પીવામાં સમસ્યું છે. ફાકવાન સંસ્કાર એટલે બધે પડે છે કે નાના છોકરાને ચાટવું બતાવે છે તે પણ ચાટવા જાય છે. તેવી રીતે વસ્ત્ર વગેરે ગમે તે ચીજ બતાવે તેને પણ તે ચાટવાની મહેનત કરે છે. એને લત જ ખાવાની પડી છે; ફાકવાવાળાને અને પીવાવાળાને આબરૂની કિંમત ન લાગે. તેમ ધર્મ પહેરવાઓઢવાના કામને નથી. તે પછી તે શા કામનો ?
જેઓ ઈન્દ્રિયોના વિષે અને મનના વિચારો અંગે દોડી રહ્યાં છે તેને ધર્મની કિંમત નથી. વિષયના વિકારો અને મનના વેગથી જે દોરાયેલા નથી તે સમજે છે કે આ જિંદગીને આધાર હોય તે તે ધર્મ છે. તે સિવાય બીજું કંઈ નથી. પહેલાં આપણું જન્મ પર વિચાર કરો. આ જન્મ કોની પસંદગીને ? માતાની ઇચ્છા, પિતાની પ્રાર્થનાને, કે છોકરાની ઈચ્છાને? તે કહેવું પડે કે એકેના વિચારને નહિ. માતાપિતાએ રખડત જે ને “આ જીવને કુખે કે કુળમાં લઉં, તેમ છેકરે પણ “આ માતાપિતા સારા છે માટે તેના ઘેર જન્મ લઉં? કેઈની ઈચ્છાને નથી. પણ જન્મ કેના લીધે થયે ? પંચેન્દ્રિયનું અખંડપણું તે કોની ઈચ્છાનું છે? જેની નસીબદારી, તે જ મનુષ્યપણું પામે છે.
મનુષ્યપણું મળ્યું છે પાતળા કક્ષાયથી. જગત તરફ દષ્ટિ કરીએ. બાદશાહ અને બીરબલ ઝરૂખે બેઠા છે. ત્યાંથી કેઈ દુબળો નીકળે છે.
બાદશાહ બીરબલને પૂછે કે બીરબલ! યે કબલા દૂબેલા કયું હૈ.” ત્યારે બીરબલે કહ્યું કે “સાહેબ! ખાવાનું નથી મળતું.'