________________
જીવજીવન અને જડજીવન
૪૫૫
પૂછીએ કે, તમારા ઈષ્ટમાં તેલ કેટલું ? કયા કેટલા ? તે તપાસ્યું છે? પછી પૂછે એમાં ફાયદો શું? જે જ્ઞાન એ જ ફળ હોય તે રસ્તામાં જેટલી ચીજો દેખવામાં આવે તે બધાનું જ્ઞાન મેળવતા જાવ, પણ એમાં ફાયદો નથી. એ તમે કબૂલ કર્યું ગણશે, માનશે એ જ તમારો ફાયદો.
સર્વજ્ઞની સિદ્ધિ ફાયદો કોને ગણે? હિતની પ્રવૃત્તિ અને અહિતની નિવૃત્તિ થાય એ જ જ્ઞાનને ફાયદો કરવાવાળું ગણવામાં આવે છે. જેમાં હિતની પ્રવૃત્તિ અને અહિતની નિવૃત્તિ થાય. તેમાં જ ફાયદો માનવામાં આવે છે. બધી વસ્તુને જુઓ અગર ન જુઓ એની અમારે જરૂર નથી. અમારે જે ઈષ્ટ હોય તેને જોવાની જરૂર છે તમારા સર્વજ્ઞને દરમાં રહેલી કીકીઓની સંખ્યા માલૂમ પડી એને અમારે ઉપગ શે ? એક છાણાના ઢગલામાં થએલા કીડાની ગણતરી સર્વજ્ઞએ જાણું એમાં અમારે ફાયદો શું? અને ન જાણ્યું તે નુકસાન શું? માટે આ બધું નિષ્ફળ જ્ઞાન હોવાથી અમારે સર્વજ્ઞા સાથે કોઈ સંબંધ નથી.
દેવ કેશુ? અરિહંત પરમાત્મા.
આપણા હિસાબે ફળવાળું જ્ઞાન જરૂર માનીએ, ત્યાં સર્વપણાની. જરૂર નથી.
હવે આપણે શું કરવું ? તમે સર્વજ્ઞાપણું માને નહીં. ઈષ્ટ, જાણે તે દેવ, સર્વજ્ઞ છે કે નહીં તેની જરૂર નથી પણ મહાનુભાવો ! સઘળગં રમત્ત સમ્યકત્વ એ કયાં રહેલું છે. સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય એની અંદર સમ્યકત્વ રહેલું છે. શ્રદ્ધા લાયક દ્રવ્ય અને પદાર્થો બધા થયા માટે સર્વજ્ઞાનની જરૂર છે. કેઈપણ પદાર્થ બીજાના અભાવ વગરનો હોતો નથી, આ પેઢી જગતના તમામ પદાર્થોના અભાવરૂપ છે. આ પેઢીને પેઢી કહેશો, ઘડિયાળ, પાનું અને બીજું કાંઈ કેમ નથી કહેતા ? આ પેઢી જગતના બીજા પદાર્થોના અભાવ રૂ૫ છે.
માટે હવે આમાં અભાવ કેટલા આવ્યા?