________________
૪૧૮
આનંદ પ્રવચન દર્શન હોય, પંચેન્દ્રિયને જીવ હય, જ ચારે ગતિમાંથી કઈ પણ ગતિમાંને જીવ હય, ચાહે તે પાંચ જાતિમાંથી ગમે તે જાતિને જીવ હેય કે ચૌદ ભેદમાંથી કેઈપણ ભેદમાંને જીવ હોય તે ગતિ, જાતિ કે ભેદને કઈ પણ પ્રકારની ઈચ્છા હોય પણ તેને મૂળમાં તે ઈચ્છા સુખ મેળવવાની તથા દુઃખના નાશની જ છે. આવી ઈચ્છા જીવ માત્રને છે. અનાદિકાળથી છે અને તેથી અનાદિકાળથી તેની મહેનત સુખ મેળવવાની તથા દુ:ખ દૂર કરવાની હતી અને છે.
આ વાતમાં કોઈ પણ મતવાળાને મતભેદ નથી. સંસારને અનાદિ ન માનનારા એટલે કે ઈશ્વરકૃત માનનારા દર્શને (દર્શનકારે) પણ જીવને તો અનાદિથી જ માને છે. જીવ અનાદિ છે માટે સુખ પ્રાપ્ત કરવાની તથા દુઃખ માર્ગને સદંતર નાબૂદ કરવાની તેની મહેનત પણ અનાદિની છે. જે આમ છે તે સહેજે પ્રશ્ન થશે કે, તે પછી જીવની ઇચ્છા ફળીભૂત કેમ ન થઈ ? અનાદિની ચાલુ મહેનત છતાં સુખ કેમ ન મળ્યું તથા દુખ કેમ ન ટળ્યું? સુખ પ્રાપ્ત કરવાને તથા દુઃખને દફે કરવાને જીવને પ્રયત્ન કાંઈ પાંચ પચીસ વર્ષને નથી, બસો પાંચ વર્ષથી નથી; યુગોથી નથી, પપમેથી નથી કે સાગરેપમેથી નથી પણ અનાદિથી છે અને તે પણ ચાલુ છે.
આ જીવ પ્રયત્ન વગર તે કદી રહ્યો જ નથી, રહેતું જ નથી, ક્ષણ પણ, ક્ષણ તે અધિક ગણાય, શાસ્ત્રકારની ભાષામાં કહીએ તે સમય માત્ર પણ આ જીવ પ્રવૃત્તિ વગર રહ્યો નથી. મન, વચન, કાયાની પ્રવૃત્તિ કાયમ ચાલુ જ હોય છે. અનાદિથી મહેનત છતાં સુખની સિદ્ધિ કેમ ન થઈ તથા દુઃખનું નિવારણ કેમ ન થયું ? સમય અને પ્રયત્નથી સુખ મળતું હેત
તો આ પ્રશ્ન જ ન રહેત. આના જવાબમાં અનાદિકાળથી જીવને પ્રયત્ન છતાં ઈચ્છા બર કેમ ન આવી? કહો કે પ્રયત્ન માત્રથી કે સમયના પ્રમાણ માત્રથી ઇચ્છા સિદ્ધિ થતી નથી. અને જો એમ થતું હેત તે આજે આ પ્રશ્ન હેત જ નહીં. અને બધાએ સુખ મેળવી લીધું હોત. અને