________________
૪૩ર
આનંદ પ્રવચન દર્શના છે, તે તું ધન એકઠું કરે તે તેની તેને કિંમત નથી. પુત્ર કપૂત હોય તે પાંચને બદલે દસ લાખ ભેગા કરી આપી જાવ તે પણ તે સાફ.
આ સ્થિતિ છતાં પણ પુત્ર જે હકકના માટે હડકાયે થાય, તેના માટે જહેમત ઉઠાવીએ છીએ. જુદા પડે ત્યારે ચાહે તેવો દુર્જન વળાવવા આવે, પણ આ ધન કોડ રૂપિયા ભેગા કરીએ તે એક ડગલું પણ ન આવે. એ ત્યાં ને ત્યાં જ રહે, કેમકે તે જડ છે, ચેતન નથી, સ્ત્રી ચેતન ખરી પણ તે ચોક સુધી આવે. સ્ત્રીને અંગે રામચંદ્ર સરખાએ યુદ્ધો કર્યા; પદ્માવતીને રાજી કરવા અંગે કરડેને. ઘાણ નીકળી ગયો. એવી સ્ત્રી પણ કયાં સુધી આવે? ચાક સુધી. ધનને થાંભલે તિજોરીમાં રહ્યો, સ્ત્રીને થાંભલો ચેક સુધી, એ. કરેલી સગાઈ છે. બાપ બેટાને અંગે સગાઈ નવી કરેલી કહેતા નથી, અંતે સગાઈ કરેલી તે ખરીને? જન્મની સગાઈ તે નહી ને?” જન્મની સગાઈ હોય તે તે કામ લાગે. “આંગળીથી નખ વેગળા, એટલા વેગળા, સ્ત્રી ચોક સુધી અને કુટુંબ સ્મશાન સુધી આવ્યું ત્યાં તે પણ હાથ જોડીને બેસી જવાનું. કુટુંબને થાંભલે ધ. રમશાને; એ બધા ખાવા પીવાના, “હું” “મારું કહેવડાવવાના. ભાગીદાર સુખના, પણ દુઃખના ભાગીદાર નથી. સુખદુઃખની ભાગીદારી શરીર, સાથે છે. શરીરના સુખે આત્માને સુખ થાય. સુખદુ:ખને ભાગીદાર હત તે દેહ બળી ગયે પછી તારી જોડે કેણ?
આ સંસારમાં સાધન તરીકે જે વસ્તુ મેળવીએ છીએ તે આ ચાર છે. એ ચાર સાધન ભૂખરી માટીના થાંભલા જેવાં છે. આગળ શું થશે તેને તેને વિચાર આવે નહિ, સરવાળે શૂન્ય છે. મેળવ્યું તે મૂકવાને માટે છે. આ જગતમાં જે કાંઈ મેળવીએ મૂકવાને માટે છે. નથી તે ધન, સ્ત્રી, શરીર કે કુટુંબ કામ આવવાનું.
આત્માને પિતાને જોવાની ફુરસદ નથી. હું કેણ? મારી શી સ્થિતિ થશે? મારી કઈ સ્થિતિ હતી? એ જોવાને ટાઈમ ન મળે, આંખ જે તરફ ગઈ તે તરફ જુએ. આત્માની સ્થિતિ એવી વિચિત્ર છે કે ખરેખર આંખ જેવી નિભંગી